Categories: India

PM મોદીએ હૈદરાબાદને આપી મેટ્રોની ભેટ

હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના પ્રવાસે છે. તેઓએ હૈદરાબાદમાં મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું. મેટ્રોનું ઓપરેશન ર૯ નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં નાગોલે અને મિયાંપોર વચ્ચે ૩૦ કિ.મી. લાંબી મેટ્રો રેલની શરૂઆત થશે. આ રૂટ પર કુલ ર૪ સ્ટેશન હશે.

આ અગાઉ મોદીએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હું આજે હૈદરાબાદ જઇશ કે જ્યાં હૈદરાબાદ મેટ્રોનું ઉદ્ઘાટન કરીશ અને જીઇએસ ર૦૧૭માં ભાગ લઇશ.

ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં પ્રવાસ પણ કરશે. તેમની સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ મિયાંપોરથી કુકતપલ્લી સુધી મેટ્રોમાં સફર કરશે. તેલંગાણાના આઇટી પ્રધાન કે.ટી. રામારાવે જણાવ્યું હતું કે મેટ્રો સવારે ૬-૦૦થી રાત્રે ૧૦-૦૦ સુધી ચાલશે. પ્રવાસીઓની સંખ્યા અને માગણીને લઇને મેટ્રોનો સમય સવારે પ-૩૦થી રાત્રે ૧૧-૦૦ સુધીનો પણ કરવામાં આવશે.

હૈદરાબાદ મેટ્રો વિશ્વનો સૌથી મોટો જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એવું તેલંગાણાના આઇટી પ્રધાન કે.ટી. રામારાવે ટ્વિટ કરીને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તમામ ટ્રેનોમાં શરૂઆતમાં ત્રણ કોચ હશે અને પાછળથી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કોચની સંખ્યા વધારીને છ કરવામાં આવશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ટીએસઆરટીસી) મેટ્રો માટે ફીડર સેવાઓ પણ શરૂ કરશે. બે કિલોમીટર સુધીનું લઘુતમ ભાડું રૂ.૧૦ હશે અને ર૬ કિમી. કરતાં વધુ અંતર માટેનું મહત્તમ ભાડું રૂ.૬૦ હશે.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

6 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

7 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

8 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

8 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

9 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

9 hours ago