PM મોદીના વિદેશ પ્રવાસમાં ફેરફાર, લંડનથી જર્મની જશે

પાંચ દિવસની વિદેશ યાત્રા પર લંડન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનથી જર્મની જવા રવાના થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સલર એન્જલા માર્કેલ સાથે મુલાકાત કરશે.

આ વચ્ચે ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનના વડાપ્રધાન ખાકાન અબ્બાસી સાથે મુલાકાતની કોઇ શક્યતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રમંડલ દેશના શાસનાધ્યક્ષોના સંમેલનમ (ચોગમ)માં પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી સાથે મુલાકાત કરી નહોતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોગમમાં હાજર રહેવા ચાર દિવસની યાત્રામાં બુધવારે જ બ્રિટેન પહોંચ્યા હતા. ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનની ગત ડિસેમ્બર 2015ના રોજ મુલાકાત થઇ હતી.

આ મુલાકાત એવા સમયે થઇ હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનની પરત ભારત ફરી રહ્યાં ત્યારે તેમણે લાહોરમાં વિમાન લેન્ડ કરાવી તત્કાલીન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની પૌત્રીના લગ્નમાં હાજરી આપી હતી.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago