PM મોદી આજથી 5 દિવસીય આફ્રિકી દેશોના પ્રવાસે, શી જિનપિંગ સાથે થઇ શકે છે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ આફ્રિકાન દેશના પ્રવાસે જઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન જ્હોનિસબર્ગ ખાતે યોજાનાર બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઇ રહ્યાં છે.

એક અહેવાલ મુજબ પીએમ નરેન્દ્ર મોદીની શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત થઇ શકે છે. વિદેશ મંત્રાલયના સચિવના જણાવ્યા અનુસાર 23 થી 27 જુલાઇ સુધી ત્રણ દેશોના પ્રવાસમાં સૌથી પહેલા બે દિવસ ‘ઐતિહાસિક’ પ્રવાસમાં રવાન્ડા જશે.

આ કોઇપણ ભારતીય વડાપ્રધાન રવાન્ડાની પ્રથમ યાત્રા હશે. એક અહેવાલ મુજબ આ દરમિયાન વડાપ્રધાન મોદી યજમાન દેશના રાષ્ટ્રપતિ પોલ કાગ્મેને 200 સ્થાનિક ગાયની ભેટ આપશે. રવાન્ડા ઇસ્ટ આફ્રિકાનો એક નાનો દેશ છે. રવાન્ડા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 જુલાઇએ યુગાન્ડાની મુલાકાતે પહોંચશે.

વિદેશ સચિવના જણાવ્યા અનુસાર ભારત જલ્દી જ રવાન્ડામાં એક મિશનનો પ્રારંભ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના પ્રવાસ પહેલા ચીનના રાષ્ટ્રપતિ પણ રવાન્ડાની મુલાકાતે જવાના છે. યુગાન્ડાની મુલાકાત બાદ પીએમ મોદી દક્ષિણ આફ્રિકા પહોંચશે.

જ્યાં તેઓ જહોનિસબર્ગમાં યોજાનારી 10મી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજા કેટલાક દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ યોજાઇ શકે છે.

divyesh

Recent Posts

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

5 mins ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

40 mins ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

1 hour ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

3 hours ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

3 hours ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

4 hours ago