VIDEO: પીએમ મોદી ગુજરાતમાં તબક્કાવાર કરશે ચૂંટણી પ્રચાર, 14મીએ આપશે મત

ગુજરાતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી ચૂંટણી પ્રચાર કાર્યક્રમ હવે ઘડાઈ રહ્યો છે. આગામી 6 ડિસેમ્બર બાદ 3 તબક્કામાં પીએમ મોદી ગુજરાત આવશે. જે માટે ધમાકેદારે ચૂંટણીપ્રચાર કાર્યક્રમ બનાવવામાં ભાજપ વ્યસ્ત થઈ ગયેલ છે.

12 ડિસેમ્બર સુધીમાં તેઓ મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. પોતાનાં પ્રચાર પ્રવાસ દરમ્યાન મોદી 24થી વધુ જનસભાઓ અને રોડ-શો યોજશે. પીએમ મોદી સતત ગુજરાતમાં રહીને ચૂંટણી પ્રચાર કરશે. ત્યાર બાદ 14મી ડિસેમ્બરે અમદાવાદમાં તેઓ પોતાનાં મતવિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ પણ કરશે.

પીએમ મોદી કરશે ગુજરાતમાં ધમાકેદાર પ્રચાર
ગુજરાતમાં તબક્કાવાર પીએમ કરશે ચૂંટણી પ્રચાર
ધમાકેદાર ચૂંટણી પ્રચાર માટે ભાજપ બનાવી રહ્યું છે કાર્યક્રમ
પ્રથમ તબક્કાનાં ચૂંટણી પ્રચાર બાદ બીજા તબક્કાનો કરશે પ્રચાર
6 ડિસેમ્બર બાદ ત્રણ તબક્કામાં પીએમ આવશે ગુજરાત
12 ડિસેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉ.ગુજરાતમાં કરશે પ્રચાર
24થી વધુ સભા અને રોડ-શોનું કરાયું આયોજન
પીએમ સતત ગુજરાતમાં રહીને કરશે ચૂંટણી પ્રચાર
14મીએ પીએમ મોદી અમદાવાદમાં કરશે મતાધિકારનો ઉપયોગ

You might also like