Time magazineના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં PM મોદી પ્રમુખ દાવેદાર…

ટાઇમ મેગેઝીનની દુનિયાની 100 સૌથી પ્રભાવશાલી વ્યક્તિઓની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ દાવેદાર છે. આ યાદીમાં માઇક્રોસોફટના સત્યા નડેલા, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતી શી જિનપિંગનો સમાવેશ થાય છે.

ટાઇમ મેગેઝીન દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતી આ યાદીમાં ઘણા ક્ષેત્રોની વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવે છે. જેમાં કલાકાર, નેતા, વૈજ્ઞાનિક, સમાજસેવી અને બિઝનેસમેન હોય છે. આ યાદી આવતા મહિને પ્રકાશિત થશે. આ યાદીને લઇને ઓનલાઇન વોટિંગ શરૂ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અગાઉની અંતિમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના વિશે લખ્યું હતું. આ વર્ષે ટાઇમ મેગેઝીનની યાદીમાં ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગેનો પણ સમાવેશકરવામાં આવ્યો હતો. તેની સિવાય પાકિસ્તાની-અમેરિકાના અભિનેતા કુમૈલ નાયિયાની, ટ્રમ્પની દિકરી ઇવાંકા ટ્રમ્પ, જમાઇ જારેદ કુશેનર, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

You might also like