PM મોદીના સૂટને મળ્યું ગિનીસ બુકમાં સ્થાન

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ વિવાદીત સૂટનો ગિનીસ બુકમાં સમાવેશ થઇ ગયો છે. ફેબ્રુઆરી 2015માં ગુજરાતના 62 વર્ષીય હીરા વેપારી હિતેશ લાલજીભાઇ પટેલે 4.31 કરોડમાં ખરીદ્યો હતો. સૌથી મોંધા વેચાણના આ સૂટ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી છે. સૂટની નિલામીથી મળેલી રકમને સ્વચ્છ ગંગા અભિયાનમાં ડોનેટ કરવામાં આવી હતી.

જણાવી દઇએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતાં ત્યારે તે દરમિયાન પ્રધાનમંત્રીએ આ સૂટ પહેર્યો હતો. આ સૂટ પર સોનેરી અક્ષરોમાં પીએમ મોદીનું પૂરું નામ લખ્યું છે. આ વર્ષે જ્યારે આ સૂટની નિલામી થઇ હતી ત્યારે ઘણા લોકોએ તેને ખરીદવા માટે રસ દાખવ્યો હતો. નિલામીમાં ભાગ લેનારા બિઝનેસમેન, હીરા વેપારી અને એક શિક્ષક પણ હતાં.

આ સૂટને 62 વર્ષના સૂરતના હીરા વેપારી હિતેશ લાલજીભાઇ પટેલે 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ સૂટને કોઇ પણ નિલામીમાં વેંચાણ વાળો સૌથી મોંઘા સૂટ તરીકે દાખલ કરવામાં આવ્યો છે. 2015માં જ્યારે મોદીએ આ સૂટ પહેર્યો હતો તો વિપક્ષના લોકોએ જોરદાર મજાક ઉડાવી હતી. જો કે ત્યારબાદ ભાજપે આ ઉપર સ્પષ્ટતા પણ આપી હતી.

You might also like