PM મોદીએ 41 વિદેશ પ્રવાસ પર અત્યાર સુધી ખર્ય કર્યા છે રૂ. 355 કરોડ, RTIમાં થયો ખુલાસો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ હંમેશાં વિરોધ પક્ષના ટાર્ગેટ પર રહે છે. વિરોધ પક્ષ તેમની દરેક મુલાકાત પર પ્રશ્નો ઉભા કરે છે અને હવે RTI હેઠળ તેમના પ્રવાસની માહિતી બહાર આવતા વિરોધ પક્ષ માટે નવું શસ્ત્ર બની ગયું છે.

RTI હેઠળ, એવું જાહેર કરવામાં આવ્યું છે કે તેમના 48 મહિનાના શાસન દરમિયાન, અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદી 50થી વધુ દેશોમાં 50 વિદેશી મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન, કુલ રૂ. 355 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

બેંગ્લોરના એક RTI કાર્યકર્તાએ વડા પ્રધાન મોદીની વિદેશ યાત્રા વિશે માહિતી માંગી હતી. RTIની માહિતી અનુસાર, તેમના કાર્યકાળ દરમિયાન, મોદી 165 દિવસ સુધી દેશની બહાર રહ્યાં છે.

7 પ્રવાસના બિલ આવવાના બાકી

ખાસ બાબત એ છે કે વડા પ્રધાનની ઓફિસ (PMO) ની વેબસાઈટ પર, વિદેશી પ્રવાસ વિશેની માહિતી વડાપ્રધાન મોદીના કાર્યકાળ (48 મહિના) સુધી ઉપલબ્ધ રાખવામાં આવી છે. PMOની વેબસાઈટ અનુસાર, 30 પ્રવાસો ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મુલાકાતો માટે ચુકવણી કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીથી જૂન સુધીના આ વર્ષના 7 વિદેશી પ્રવાસોની હજુ સુધી ચુકવણી કરવામાં આવી નથી, આના કારણે તેના વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. બાકીના 5 પ્રવાસો ભારતીય હવાઈ દળ બીબીજે એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યાં છે.

મોદીનો સૌથી મોંઘો પ્રવાસ

મોદીનો સૌથી મોંઘો વિદેશી પ્રવાસ એપ્રિલ 2015માં થયો હતો, જ્યારે તેઓ યુરોપ પછી કેનેડાની મુલાકાતે ગયા હતા. આ પ્રવાસમાં તેઓ ફ્રાંસ અને જર્મની પછી કેનેડાની મુલાકાતે આવ્યા હતા અને તે સમયગાળા દરમિયાન તેમણે 31 કરોડ (31,25,78,000) રૂપિયા ખર્ચ કર્યા હતા.

વડાપ્રધાન તરીકે તેમના પ્રથમ વિદેશી પ્રવાસ માટે ભુટાન ગયા હતા તે સૌથી સસ્તો વિદેશી પ્રવાસ રહ્યો હતા. આ પ્રવાસમાં સરકારે 2,45,27,465 રૂપિયા ખર્ચ્યા હતા. મોદીએ 15-16 જૂન, 2014ના રોજ ભૂટાનની મુલાકાત લીધી હતી.

You might also like