PM મોદીએ શિમલાના માલ રોડ પર કરી ‘કોફી પે ચર્ચા’

હિમાચલ પ્રદેશમાં સોમવારે નવી સરકારે શપથ લીધી. જયરામ ઠાકુરની સાતે 11 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા. આ દરમિયાન ભાજપ પક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ શપથગ્રહણ વિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે હેલીપેડ તરફ પરત ફરી રહ્યાં હતા ત્યારે શિમલાના માલ રોડ પર આવેલ કોફી હાઉસ પર ઉભા રહી ગયા હતા.

જ્યારે પીએમ મોદી કોફી હાઉસની બહાર રોકાયા ત્યારે ત્યાં બહાર રહેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા. વડાપ્રધાનને પોતાની વચ્ચે જોઇને લોકોએ તેમનું અભિવાદન કર્યું હતુ. તો બીજી તરફ હિમાચલના લોકોનો પ્રેમને જોઇ પીએમ મોદીએ પોતે પણ થોડા સમય માટે રોકાણ કર્યું હતું.

કોફી હાઉસમાં અંદર નહી ગયા, પરતું કોફીનો આનંદ માણ્યો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોફી હાઉસ બહાર ઉભા રહ્યા હતા, પરંતુ લોકોનો પ્રેમ જોઇ રોડ પર જ કોફી મગાવી પીધી હતી. લોકોની વચ્ચે ઘેરાયેલા પીએમ મોદીએ વાતચીત કરતા કોફીની ચુસ્કી લીધી હતી.

કોફીના બહાને ચાલ્યો સેલ્ફીનો દોર…
પીએમ મોદી જ્યારે કોફી માટે પોતાની ગાડીની બહાર આવ્યા ત્યારે લોકો તેમને મળવા પડાપડી કરવા લાગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા લોકોને મળ્યા હતા.

ઇન્ડીયન કોફી હાઉસ સાથે પીએમ મોદીની જૂની યાદો…
વડાપ્રધાન અને મુખ્યમંત્રી બન્યા તે અગાઉ નરેન્દ્ર મોદીને હિમાચલ પ્રદેશમાં પાર્ટીની ઘણી જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાના હિમાચલ પ્રવાસ દરમિયાન પહેલા તેઓ ઘણી વખત શિમલા આવી આવ્યા હતા. તે સમયે પીએમ મોદી આ ઇન્ડિયન કોફી હાઉસમાં સમય પસાર કરતા હતા.

શપથગ્રહણમાં જતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટથી મેદાન સુધી સ્વાગત કરવા હજારો કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોવા મળ્યાં હતા. માનવ મહેરામણને જોઇ એવું લાગી રહ્યું હતું જાણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યાં હોય. જે મેદાનમાં શપથવિધિ યોજાય તે્યાં લાખો લોકોની ભીડ એકઠી થઇ હતી. આ દરમિયાન સતત મોદી-મોદી તેમજ શ્રી રામના નારા લાગતા હતા. હિમાચલ પ્રદેશાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત સાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં.

You might also like