Categories: Gujarat

રાજકોટમાં આજે PM મોદીના ‘રોડ શો’નું આયોજન

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ર૯ અને ૩૦ જૂનના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતના રોડ શોને પણ ઝાંખો પાડે તેવા ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. ૮ કિલોમીટરનાે રોડ મોદીના રોડ શો માટે ૧૦ સ્થળોએ ૧૦ ફૂટનાં મોદીનાં કટઆઉટ સાથે સજાવાયો છે. મોદીને આવકારવા બાઇક રેલી યોજાઇ છે, સાથે-સાથે શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

આજે મોદીના હસ્તે ર૧ હજાર દિવ્યાંગોને સહાય વિતરણ થશે. આજે તેમના હસ્તે ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.  આજે સાંજે ૬ કલાકે તેઓ રાજકોટ એરપોર્ટ પર ઊતરશે ત્યારે તેમને આવકારવા માત્ર પ વ્યક્તિ પ્લેન સુધી જશે.

વડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ અપાયો છે. ૮ હજાર જવાનોનું મેગા રિહર્સલ આજે હાથ ધરાશે. મોદીના સમગ્ર રૂટનું સીસીટીવીથી મો‌િનટ‌િરંગ કરી સમગ્ર કાર્યક્રમની વીડિયોગ્રાફી કરાશે. આવતી કાલે સાંજે ૪ કલાકે રાજકોટ એરપોર્ટ પર મોદીનું સ્વાગત થશે. સાંજે ૪.ર૦ કલાકે રેસકોર્સ મેદાનમાં તેમનું આગમન થશે. વડા પ્રધાન મોદી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પાસેથી ત્રણ એવોર્ડ સ્વીકારશે અને દિવ્યાંગોને સાધનસામગ્રીનું વિતરણ કરશે અને સભાને સંબોધિત કરશે. પ.૪૦ કલાકે તેઓ આજી ડેમ ખાતે આવશે. ત્યાં એક્સપ્રેસ ફિડરલાઇન અને ન્યારી ડેમની ઊંચાઇ વધારાઇ તેનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મોદીના હસ્તે નર્મદા નીર અવતરણ અને સંબોધન. પછી આજી ડેમથી એરપોર્ટ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે.

મોદીના આગમનને વધાવવા મ‌િહલા મોરચાની બહેનો ઘરે ઘરે કમળની રંગોળી પૂરશે અને હાથે કમળની મેંદી મૂકશે. ૧૮૩૦૦ દિવ્યાંગોને ર૩.૦ર૮ સાધનોની સહાય અપાશે. દિવ્યાંગો માટે કલર કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજકોટમાં દિવાળીનો માહોલ છે. લેસર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શોએ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago