PM મોદીની સાથે પ્રિયંકા ચોપરા પણ Linkedinની પાવર પ્રોફાઇલ્સની લિસ્ટમાં શામેલ

દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે પરંતુ આ વખતે કોઇ વિવાદમાં નહીં પણ બન્નેના નામ પાવરફુલ પર્સનાલિટીઝ તરીકે પ્રોફેશનલ નેટવર્કિંગ વેબસાઇટ LinkedIn ને પોતાના 2017 પાવર પ્રોફાઇલ્સની લિસ્ટમાં સામેલ કર્યો છે.

પ્રોફેશનલ નેટવર્કિંગ વેબસાઇટ Linkedin સોશ્યલ મીડિયા પર પોતાની વિશેષ જગ્યા ધરાવે છે. બુધવારે પાવર પ્રોફાઇલ્સની ચોથી આવૃત્તિની જાહેરાત થઇ છે. જેમાં ભારતમાં સૌથી વધુ જોવાયેલી પ્રોફાઇલ્સને સામેલ કરવામાં આવી હતી. આ યાદીમાં નેટવર્કે 50 એવા વ્યવસાયિક લોકોની ઓળખ કરી જેઓ સફળતાપૂર્વક પોતાને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા હતા.

Linkedin પર વડાપ્રાધન નરેન્દ્ર મોદીના 22 લાખ ફોલોઅર્સ છે અને આ લિસ્ટમાં તેઓ ત્રીજીવાર સામેલ થયા છે. આ યાદીમાં સામેલ અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓમાં ચિલ્ડ્રન ફાઉન્ડેશનના સંસ્થાપક કૈલાશ સત્યાર્થી, કોંગ્રેસ સાંસદ શશી થરૂર , સિપ્લાના ગ્લોબલ ચીફ પિપુલ ઓફિસર પ્રબીર ઝા અને શ્યાઓમીના ટેક્નોલોજીના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મનુકુમાર જૈન છે.

આ લિસ્ટમાં જગ્યા બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા પહેલીવાર આ પ્રોફાઇલનો ભાગ બની છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાની હોલિવુડની ફિલ્મ ‘બેવોચ’ પછી પ્રિયંકા ચોપરાએ બે વધુ ફિલ્મ ‘એ કિડ લાઇક જેક’ અને ‘ઇઝ નોટ રોમાંટિકટ’ મા પણ કામ કરવાની છે.

You might also like