PM મોદીના સિંગાપોર પ્રવાસનો અંતિમ દિવસ, અમેરિકાના રક્ષા સચિવ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગાપોર પ્રવાસનો અંતિમ દિવસ છે. પીએમ મોદીએ સિંગાપોરમાં અમેરિકાના રક્ષા સચિવ જિમ મૈટિસ સાથે મુલાકાત કરી છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પૂર્વ પ્રધાનમંત્રી ગોહ ચોક તોંગ સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ત્રણ દેશોની મુલાકાતના પાંચ દિવસીય પ્રવાસે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા અને મલિશિયા બાદ સિંગાપોર પહોંચ્યા હતા. ભારત-સિંગાપુર વચ્ચે શુક્રવારના રોજ ઘણા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફોર્મિંગ એશિયા થ્રો ઇનોવેશન વિષય પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી.

પીએમ મોદીએ કહ્યું કે ભારત-સિંગાપોર સંબંધોનો આધાર વિશ્વાસ છે. મોદીએ નાન્યાંગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. પીએમએ કહ્યું કે લોકતંત્રમાં પોલિટિકલ પ્રેશર ગ્રુપની એક દુનિયા હોય છે,તેને સહન કરવું મુશ્કેલ હોય છે.

એશિયા સામેના પડકાર પર પીએમ મોદીએ કહ્યું કે 21મી સદી એશિયાની છે. સૌથી મોટો સવાલ છે કે આપણે એશિયાના લોકો તેને ફિલિંગ કરી શકે છે કે નહીં. 21મી સદીને એશિયાની સદી બનાવા આપણા સામે પડકાર છે. આપણે આ તકનો ફાયદો ઉઠાવવો પડશે અને તેનુ નેતૃત્વ કરવુ પડશે.

You might also like