Live: મારે મોરબીના લોકો સાથે ઝઘડો કરવો છે? ખોટું નહીં લગાડોનેઃ મોદી

આજે વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના પ્રવાસે છે. તેમણે પોતાના પ્રવાસની શરૂઆત મોરબીથી કરી હતી. તેઓ મોરબી ખાતે હેલિકોપ્ટરથી સીધા સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમણે મોરબીના ભાજપના ઉમેદવારોની સ્ટેજ પરથી ઓળખાણ કરાવી પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી.

તેમણે કહ્યું કે, મારે મોરબીમાં આજે ઝઘડો કરવો છે? મારે મોરબીના લોકોની ફરિયાદ છે? તમે ખોટું નહીં લગાડો ને? તેમ કહી ફરિયાદ કરી હતી કે હું લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યો ત્યારે આટલા લોકો ન હતા અને આજે માનવ મહેરામણ ઉભરાયું છે.

જુઓ PM મોદી Live:

જાણો ચૂંટણી અંગેના અન્ય મહત્વના સમાચારોઃ
મોરબીના ગજડી ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર, ગામમાં નથી કોઈ સુવિધા, નથી કોઈ ATM
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે ખરાખરીનો જંગઃ PM મોદી, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ સભાઓ ગજવશે

You might also like