PM મોદીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પ્રોજક્ટનું કર્યું ભૂમિપૂજન, મહાનુભવો સાથે વિશ્વ શાંતિની ચર્ચા કરશે

અમદાવાદ: PM મોદી આજે બે દિવસની ગુજરાતની યાત્રાએ છે. આ મુલાકાતમાં મોદી વાઇબ્રન્ટ સમિટ 2017 માટે આવેલા છે. ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 250 કરોડના ખર્ચે નવા બનનારા ગાંધીનગર રેલ્વે સ્ટેશનના નવા પ્રોજેક્ટ ભૂમિપૂજન કર્યું હતું. તેમણે પોતાના ભાષણની શરૂઆત ગુજરાતીમાં સંબોધન કરીને કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે સરકારે રેલવેને પ્રાથમિકતા આપી છે. આપણા દેશમાં રેલવે સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યવસ્થા છે. રેલવેમાં સૌથી વધુ FDI, રેલવેમાં સુરક્ષા એક મોટી ચિંતા. એક દિવસે મહાત્મા મંદિરમાં વિશ્વના મહાનુભાવો વિશ્વ શાંતિની ચર્ચા કરશે. રેલવે, મહાત્મા મંદિર અને હેલિપેડ બિઝનેસ મેગ્નેક્ટિકનું સેન્ટર બનશે. ભારતમાં રેલવે સ્ટેશનો પર સૌથી વધુ વાઇ-ફાઇ કેપિસિટી. ડિજિટલ ઇન્ડિયાનું સપનું પૂરું કરીશું.

બધાની નજર આવતી કાલથી શરૂ થનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2017 પર છે, ત્યારે આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી સીધા મોદી રાજભવન પહોંચ્યા હતાં. જે બાદ તેમણે મહાત્મા મંદિર ખાતે CM અને નેતાઓ તથા અધિકારીઓ સાથે બેઠક કરી વાઇબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ રશિયાના ડેપ્યુટી પીએમ સાથે બેઠક કરી હતી.

You might also like