PM મોદી દ્વારા વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇને આજે નોઇડાને દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીની ભેટ આપી છે. આ સાથે જ નોઇડાનું નામ મોબાઇલ બનાવવાવાળા શહેરોનાં નક્શામાં સૌથી ઉપર આવી ગયું છે.

ઉત્તર પ્રદેશમાં નોઇડાનાં સેક્ટર-81માં આ ફેક્ટરી સેમસંગ કંપનીની છે કે જે હાલ પૂરતી ભારતમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવે છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય મોટી સંખ્યામાં રાજનેતા અને વિદેશી મહેમાનોએ પણ ભાગ લીધો છે.

ત્યાં બીજી બાજુ મૂન અને મોદીએ નોઇડા પહોંચવા માટે મંડી હાઉસમાંથી મેટ્રો દ્વારા સફર કરી. આ પહેલાં તેઓ બંને સાથે ગાંધી સ્મૃતિ પણ ગયાં, જ્યાં તેઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી. તમને જણાવી દઇએ કે દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન પોતાની પહેલી ભારત યાત્રા પર છે. ત્યાં રવિવારનાં રોજ પોતાની પત્ની કિમ જોંગ સુકની સાથે ન્યૂ દિલ્હી પણ પહોંચ્યાં હતાં.

35 એકરમાં ફે્લાયેલ છે આ સેમસંગ ફેક્ટરીઃ
35 એકરમાં ફેલાયેલ આ ફેક્ટરીથી 70 હજાર લોકોને રોજગાર મળશે. દેશમાં 1990નાં દશકની શરૂઆતમાં પહેલા ઇલેક્ટ્રોનિક વિનિર્માણ કેન્દ્ર સ્થાપિત થયું કે જેમાં 1997માં ટીવી બનવાનું શરૂ થયું. વર્તમાન મોબાઇલ ફેક્ટરી 2005માં લગાવવામાં આવી.

ગયા વર્ષે જૂનમાં સેમસંગે 4,915 કરોડ રૂપિયાનું રોકાણ કરીને નોઇડા પ્લાન્ટમાં વિસ્તાર કરવાનું એલાન કર્યું. જેનાં એક વર્ષ બાદ નવી ફેક્ટરી હવે બે ઘણું ઉત્પાદન કરવા માટે તૈયાર છે.

અન્ય ઇલેક્ટ્રોનિક સામાનોનું પણ થશે ઉત્પાદનઃ
ભારતમાં કંપની આ સમયે 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહી છે અને નવા પ્લાન્ટનાં ચાલુ થઇ જવા પર અંદાજે 12 કરોડ મોબાઇલ ફોનની મેન્યૂફેક્ચરિંગ થવાની સંભાવના છે.

નવી ફેક્ટરીમાં ન તો માત્ર મોબાઇલ પરંતુ સેમસંગનાં કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક સામાન જેવાં રેફ્રિજરેટર અને ફ્લેટ પેનલવાળા ટેલીવિઝનનું ઉત્પાદન પણ બે ઘણું વધારે થઇ જશે અને કંપની આ બધા સેગમેન્ટમાં નંબર વનની ભૂમિકામાં બની રહેશે.

ભારતમાં સેમસંગનાં બે પ્લાન્ટ નોઇડા અને તમિલનાડુમાં શ્રીપેરૂમ્બુદુર છે. આ સિવાય નોઇડામાં પણ એક ડિઝાઇન સેન્ટર અને પાંચ રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર પણ છે. આમાં અંદાજે 70 હજાર લોકો કામ કરે છે.

You might also like