Categories: India

PM મોદીએ પટણા વિશ્વવિદ્યાલયથી વિદ્યાર્થીઓને સંબોધ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણા વિશ્વ વિદ્યાલયના શતાબ્દી સમારોહમાં પહોંચ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યપાલ સતપાલ મલિક અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ સભામાં પહોંચ્યા છે. વિદ્યાલયમાં મોદીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. શતાબ્દી સમારોહના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ રાસ બિહારી પ્રસાદ સિંહે મોદીનું સ્વાગત કર્યું હતું. જાણો મોદીએ પોતાના પ્રવચનમાં શું કહ્યું.

  • IIMનું ઉદાહરણ આપીને વડાપ્રધાને કહ્યું કે, નવી યોજના હેઠળ 10 પ્રાઈવેટ યુનિવર્સિટી અને 10 પબ્લિક યુનિવર્સિટીને વર્લ્ડ સ્ટાન્ડર્ડ બનાવવા માટે સરકારની કાયદામાંથી મુક્તિ આપવાની છે. આગામી પાંચ વર્ષમાં આ યુનિવર્સિટીઓને 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવાની યોજના છે. તેમણે પટણા યુનિવર્સિટીને આ યોજનામાં ભાગ લેવા અપીલ કરી હતી.
  • વડાપ્રધાને કહ્યું કે 10 હજાર કરોડના ફંડમાં સામેલ થનાર યુનિવર્સિટીની પસંદગી કોઈ નેતા કરશે નહીં, બલ્કે તેમના વચ્ચે પ્રતિસ્પર્ધા થશે અને પ્રોફેશનલ રીતે પસંદગી થશે.
  • વડાપ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું કે, ભારત પાસે ટેલેન્ટની કમી નથી. આજે આપણી પાસે 65 ટકા આબાદી 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો છે. મારું ભારત જવાન છે અને તેના સપના પણ જવાન છે.
  • તેમણે કહ્યું કે, પહેલા દુનિયા આપણને સાપ મદારીઓનો દેશ માનતી હતી. પહેલા લોકો વિચારતા હતા કે ભારત ભૂત પ્રેત અને અંધવિશ્વાસનો દેશ છે, જ્યારે આઈટી રિવોલ્યૂશનમાં આપણા યુવાનોએ આંગળીઓ પર દુનિયા બતાવી દીધી ત્યારે લોકોની આંખો ખૂલી ગઈ.
Navin Sharma

Recent Posts

શેરબજાર પર RBI અને સેબીની ચાંપતી નજર

મુંબઇ: ઘરેલુ શેરબજારમાં શુક્રવારે ભારે ઊથલપાથલને લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું છે કે નાણાકીય બજાર…

26 mins ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો યથાવત્, મુંબઈમાં પેટ્રોલે રૂ. 90ની સપાટી વટાવી

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાનો સિલસિલો જારી છે. આજે પેટ્રોલમાં ૧૧ પૈસાનો અને ડીઝલમાં પાંચથી છ પૈસાનો વધારો…

29 mins ago

સેલવાસમાં ક્લાસ વન અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં કલાસ વન અધિકારી જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી…

33 mins ago

પાટણના ધારુસણ ગામનો બનાવ: યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ

અમદાવાદ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં…

37 mins ago

ભારતની મોટી સફળતા: ઓડિશામાં ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ

બાલાસોર:  ભારતે રવિવારે મોડી રાતે ઓડિશાના કિનારે ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વિસ્તરીય બે‌િલસ્ટિક…

41 mins ago

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ: ભારતીય સેનાના હેલિકોપ્ટરથી કુલુમાં ફસાયેલા 19ને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના દોબીમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા ૧૯ લોકોને ભીરતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરથી બચાવી લેવાયા…

51 mins ago