PM મોદીની ચેમ્બર પણ ‘ગો ગ્રીન’ ટ્યૂબલાઈટ બદલીને LED લગાવાયા

નવી દિલ્હી: મોદી સરકારના પ્રધાનો ભલે પોતાની અોફિસને સજાવવા માટે વુડન ફ્લો‌િરંગ અને મોંઘી ડસ્ટ‌િબન પસંદ કરતા હોય, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમગ્ર ધ્યાન ગ્રીન પર રહ્યું છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તેમની પર્સનલ ચેમ્બરમાં માત્ર બે ફેરફાર થયા છે.

મોદીની ચેમ્બરમાં એક બદલાવ અે અાવ્યો છે કે ટ્યૂબલાઈટના બદલે એનર્જી સે‌િવંગ એલઈડી લાઈટ્સ લગાવાઈ છે અને બીજું એસી સિસ્ટમમાં ચેન્જ કરાયા છે. અારટીઅાઈ હેઠળ મળેલી જાણકારીમાં ખુલાસો થયો છે કે વડા પ્રધાનની ચેમ્બરમાં રિનોવેશનનું કોઈ કામ કરાવાયું નથી. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્યૂબલાઈટના બદલે વીજળીની બચત કરનાર એલઈડી લાઈટ લગાવાઈ છે અને અેસી બદલાયું છે.

વડા પ્રધાન મોદી પર્યાવરણ સુધારણાના ઉપાયો પર ભાર અાપી રહ્યા છે. ૨૮ અોગસ્ટે મન કી બાતતમાં પણ મોદીઅે ગણેશચતુર્થી અને દુર્ગાપૂજા પર માટીની પ્રતિમા બનાવવા પર ભાર અાપ્યો હતો. મોદીઅે કહ્યું હતું કે જો અાપણે જળજીવનને સુરક્ષિત કરીઅે છીઅે તો અાપણે ભગવાન ગણેશની જ સેવા કરીશું. ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ પણ એક સામાજિક સેવા જ છે, કેમ કે તેમાં અાપણે પર્યાવરણની જાળવણી કરવાની સાથે કેટલાય લોકોને રોજગારી પણ અાપીશું.

વડા પ્રધાન મોદીની ચેમ્બરના રિનોવેશન માટે થયેલા ખર્ચની જાણકારી મળી શકી નથી. તેના જવાબમાં સીપીડબલ્યુડીઅે કહ્યું કે મે-૨૦૧૪ બાદ વડા પ્રધાનની ચેમ્બરમાં એક એસી સિસ્ટમ સિવાય કોઈ પણ રિનોવેશનનું કામ કરાયું નથી. અેસી સિસ્ટમ એટલા માટે બદલવામાં અાવી, કેમ કે તે ખૂબ જ જૂની હતી. વીજળીની બચત કરવાના હેતુથી વડા પ્રધાનની પર્સનલ ચેમ્બરમાં ટ્યૂબલાઈટના બદલે એલઈડી લાઈટ લગાવાઈ છે.

સીપીડબલ્યુડીઅે કહ્યું કે તમામ ખર્ચને નાણાં મંત્રાલયના કંટ્રોલર અોફ એકાઉન્ટ્સના અાદેશ પ્રમાણે કરાયા હતા. નિયમ પ્રમાણે સરકારી વ્યયને અાઈટમ, બિલ્ડિંગ કે રૂમના અાધાર પર વર્ગીકૃત કરાતું નથી તેથી બિલ્ડિંગના અાધારે તેની વિગતો અાપવી શક્ય નથી.

You might also like