PM મોદી સુરતમાં ન્યૂ ઈન્ડિયા મેરેથોનને ફ્લેગ ઑફ કરાવશે

આજે વડાપ્રધાન મોદી ફરીથી સુરતમાં હાજરી આપશે. વડાપ્રધાન સુરતમાં યોજાનાર ન્યૂ ઈન્ડિયા સંકલ્પ મેરેથોન દોડને ફ્લેગ ઑફ કરાવશે. રન ફોર ન્યૂ ઈન્ડિયાની નાઈટ મેરેથોન દોડની પૂર્વ સંધ્યાએ શહેરને રોશનીથી સુશોભીત કરાયું હતું.

મેરેથોન પહેલા સુરત રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જેનો લ્હાવો લેવા શહેરીજનો ઉમટી પડ્યા હતા. અડાજણ સરદાર બ્રિજ ગેટથી લઈને વી.આર.મોલ સુધી ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા.

સુરતીલાલાઓએ રોશનીથી ભરપૂર મજા માણી હતી. લોકો રસ્તા પર જ રોશનીમાં ફોટા પડાવા માટે ટોળે વળવા લાગ્યા હતા, જેના કારણે સરદાર બ્રિજથી લઈને VR મોલ સુધી ટ્રાફિક સખત જામ થયો હતો. જેના કારણે કેટલાય લોકો સપરિવાર ટ્રાફિકમાં ફસાયા હતા.

વડાપ્રધાન મોદીની સાથે મેરેથોન દોડના સ્ટેજ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સુરતના સાંસદો તથા ધારાસભ્યો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, ન્યૂ ઈન્ડિયાના સંકલ્પ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરાયું છે. જેમાં લગભગ 80 હજારથી વધુ નાગરિકો ભાગ લેશે અને ન્યૂ ઈન્ડિયાન સંકલ્પમાં સહભાગી બનશે.

You might also like