PM મોદીએ પહેલી વખત સ્વામી અંગે તોડ્યું મૌન : ગણાવી પબ્લિસિટીની ભૂખ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સાથે સારા સંબંધો મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીનાં વિવાદિત નિવેદન અંગે પોતાનું મંત્વ્ય આપ્યું હતું. મોદીએ પ્રથમ વખત એક ખાનગી ચેનલે આપેલા ઇન્ટરવ્યુમાં ઘણા બધા મુદ્દે બોલ્યા હતા. પાકિસ્તાન સાથેની લક્ષ્મણ રેખા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે લક્ષ્મણ રેખા કોની સાથે નક્કી કરશો ? તેમની ચૂંટાયેલી સરકાર કે પછી બીજા તત્વોની સાથે. વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાનાં મુદ્દે ભારતે દર પળે સજાગ રહેવું પડશે અને તેમાં કોઇ પણ ઢીલાશ કે બેદરકારી ન વરતી શકાય.

મોદીએ કહ્યું કે મારા સતત પ્રયાસોનાં કારણે જેમાં મારુ લાહોર જવું, પાકિસ્તાની વડાપ્રધાનને ભારત બોલાવવા વગેરે પગલાને વિશ્વસ સરાહી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પોતાનાં ભારતનાં પ્રયાસોનાં કારણે પાકિસ્તાનની મુશ્કેલ પરિસ્થિતી અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતનાં પ્રયાસોની સરાહનાં સમગ્ર વિશ્વ કરી રહ્યું છે અને પાકિસ્તાનને હાલ જવાબ આપવા મુશ્કેલ પડી રહ્યા છે. હાલ પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં શરમજનક પરિસ્થિતીમાં મુકાયેલું છે.

વડાપ્રધાન મોદીને રઘુરામ રાજનનાં સંદર્ભમાં સ્વામીની ટીપ્પણી અંગે પુછવામાં આવતા તેમણે સ્વામીનું નામ લીધા વગર જ કડક શબ્દોમાં કહ્યું કે મારી પાર્ટી હોય કે પછી કોઇ અન્ય પણ મને આ યોગ્ય નથી લાગતું. આ પબ્લિસિટીનો શોખ છે. આનાથી કોઇનું ભલુ નથી થવાનું. વડાપ્રધાને તેમ પણ કહ્યું કે મારો સ્પષ્ટ સંદેશ છે કે જવાબદાર પદ પર બેઠેલા લોકોએ સમજદારી સાથે કામ કરવું જોઇે. વડાપ્રધાને કોઇનું નામ લીધા વગર જ બેંકોના પૈસા લુંટીને અન્ય દેશોમાં ભાગી જનારા લોકો અંગે કહ્યું કે હું આવા લોકોને એક પડકાર તરીકે જોઉ છું. આવા લોકોને કહેવા માંગીશ કે કાયદાથી વધીને આ દેશમાં કોઇ પણ નથી.

You might also like