VIDEO: બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થતાં પીએમ મોદીએ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું?

ગુજરાતઃ બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારનાં પડઘમ આજે શાંત થઇ ગયાં છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી પોતાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ કરતાં તેમણે ટ્વીટ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે,”કચ્છમાં મા આશાપુરાનાં આશીર્વાદ લઈને શરૂ થયેલું પ્રચાર અભિયાન આજે જગત જનની મા અંબાજીનાં ચરણોમાં પૂરુ કર્યું છે.”

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદીએ 27 નવેમ્બરથી ગુજરાતમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. જે બાદ આજે જગત જનની મા આરાસુરીનાં દર્શન કરી આજે મોદીએ ચૂંટણી પ્રચાર પુર્ણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની હતી. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ 9 ડિસેમ્બરનાં રોજ યોજાઇ ગઇ. જેને લઇ પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્ણ જોશ સાથે ચૂંટણી પ્રચાર કર્યા હતાં. અને ભવ્ય રેલીઓ સંબોધીને કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભવ્ય જાહેરસભાઓ કરી હતી.

ત્યાર બાદ હવે આગામી બીજા તબક્કાની ચૂંટણી તારીખ 14 ડિસેમ્બરનાં રોજ યોજાવાની છે. જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાવા જઇ રહી છે. ત્યારે પીએમ મોદીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વિશાળ રેલીઓ યોજી ભવ્ય જનસભાઓને સંબોધી હતી.

જો કે બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ, ઓબીસી એકતા મંચનાં નેતા અને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીનાં પડઘાંઓની પણ ભાજપ પક્ષ પર ભારે અસર થાય તેવી સંભાવના છે.

પરંતુ તેમ છતાં આજે પીએમ મોદીએ આજે સાંજનાં 5 વાગ્યાથી બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારને આચારસંહિતા લાગુ થતાં ચૂંટણી પ્રચારો તમામ જગ્યાએ શાંત થઇ ગયાં છે. જેને લઇ પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે,”કચ્છમાં મા આશાપુરાનાં દર્શન કરી શરૂ થયેલું પ્રચાર અભિયાન આજે જગત જનની મા આરાસુરીનાં ચરણોમાં આવીને પૂરું કર્યું.”

You might also like