PM મોદી ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા સહિત ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે રાત્રે નેધરલેન્ડની રાજધાની હેગથી ભારત પરત આવવા રવાના થયા હતા. પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડની સફળ યાત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંદાજે 100 કલાકની મુસાફરી થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર દિવસ, 62 કલાક અને 3 દેશની મુલાકાત કરી હતી. પીએમ મોદીએ એર ઇન્ડિયાના બોઇંગમાં જ બે રાત્ર પસાર કરી હતી. પીએમ આ ચાર દિવસમાં 33 કાર્યક્રમોમાં શામેલ થયા હતા.

http://sambhaavnews.com/

You might also like