PM મોદીએ SCO શિખર સંમેલનમાં આપ્યો સુરક્ષાનો નવો SECURE મંત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શાંધાઇ સહયોગ સંગઠન (SCO)ના શિખર સમ્મેલનને સંબોધિત કર્યુ હતું. આ દરમિયાન તેમણે SCOના સભ્ય દેશોને સંબોધિત કરતા કહ્યુ, ”પડોશીઓની સાથે કનેક્ટિવટી પર ભારત જોર આપી રહ્યુ છે.”

આ દરમિયાન PM મોદીએ કહ્યુ કે, “સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ માટે PM મોદીએ એક નવો મંત્ર પણ આપ્યો, જેણે જેને તેઓએ SECURE નામ આપ્યું. તેઓએ કહ્યું કે ,સુરક્ષા માટે 6 પગલાં ઉઠાવવા જરૂરી છે.”

આ સાથે જ તેમણે આતંકવાદથી પીડિત અફઘાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો.

અફઘાનિસ્તાન આતંકથી પ્રભાવિત વિસ્તારનું દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ:

– PM મોદીએ પ્લેનરી સેશનમાં કહ્યું કે, “અફઘાનિસ્તાન આતંકથી પ્રભાવ એક દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ છે.”

– “ભારત આવતાં પર્યટકોમાં SCO દેશો માત્ર 6% જ છે. જેને બમણા કરી શકાય છે. અમારી સંસ્કૃતિઓના પ્રત્યે જાગરૂકતા વધારીને આ સંખ્યા વધારી શકાય છે.”

– “અમે ભારતમાં SCOનું એક ફુડ ફેસ્ટિવલ અને બુદ્ધ ફેસ્ટિવલ આયોજિત કરીશું. આપણે ફરી એકવખત એક મંચ પર પહોંચ્યા છીએ જ્યાં ભૌતિક અને ડિઝિટલ સંપર્ક ભૌગોલિક પરિભાષાને બદલે છે. એટલે જ SCO ક્ષેત્રમાં પડોસીઓ સાથેનો સંપર્ક અમારી પ્રાથમિકતા છે.”

ચીન સાથે થયાં બે મહત્વના કરાર

તમને જણાવી દઇએ કે, PM મોદી શનિવારના પોતાના 2 દિવસીય પ્રવાસ માટે રવાના થયા હતા. આ સમ્મેલના સ્વાગત સમારોહમાં આજે PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ હતી. આ પહેલાં શનિવારે મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. છેલ્લાં બે મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત છે. બંને દેશો વચ્ચે બ્રહ્મપુત્ર અને ખેતીને લઈને બે મહત્વની સમજૂતી થઈ છે. કરાર અંતર્ગત ચીન બ્રહ્મપુત્રનું પાણી છોડતાં પહેલાં ભારતને સૂચિત કરશે. ચીને ભારત પાસેથી બાસમતિ ઉપરાંત બીજા પ્રકારનાં ચોખા ખરીદવા અંગે પણ સહમતિ દાખવી છે.

ભારત ગત વર્ષે બન્યું SCOનું સભ્ય:

તમને જણાવી દઇએ કે, શંઘાઇ સહયોગ સંગઠન (SCO)નું પૂર્ણ સભ્ય બન્યું. SCOના પૂર્ણ સભ્યોના ભારત, ચીન, રશિયા, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન અને ઉજ્બેકિસ્તાન શામેલ છે. અફધાનિસ્તાન, મંગોલિયા, ઇરાન અને બેલારૂપ ઑબ્ઝવર્ર છે.

You might also like