PM મોદીએ બજેટને ગણાવ્યું ઐતિહાસિક, ઇન્કમ ટેક્સ ઘટાડવાનો નિર્ણય સાહસિક

નવી દિલ્હી: PM મોદીએ આજરોજ રજૂ થયેલા બજેટને ઐતિહાસિક જણાવ્યું છે અને સાથે કહ્યું છે કે ઇન્કમ ટેક્સ ઘટાડવાનો નિર્ણય સાહસિક છે. આ ઉપરાંત વધુમાં PM  મોદીએ કહ્યું કે,

– આ બજેટ આપણાં ભવિષ્યનું બજેટ છે.

– બદલાતા દેશને વધુ ઝડપથી બદલવાનો પ્રયત્ન છે આ બજેટ

– આ બજેટ કાળાનાણાં વિરુદ્ધની દ્રઢ નિશ્વયને દેખાડે છે.


– 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય

– આ બજેટથી રોજગારના નવા અવસર પેદા થશે.

– બજેટમાં મહિલાઓ અને બાળકો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

– ફંડ એકત્રિત કરવાની નવી યોજના દેશની આંકાક્ષાના અનુરૂપમાં

– ગામ અને શહેરી વિસ્તારોમાં હાઉસિંગને પ્રોત્સાહન મળશે.

– બજેટમાં રેલ્વે સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બજેટથી અર્થતંત્રને મજબૂતી મળશે.

– બજેટથી દરેક વર્ગના લોકોનું સપનું પૂરું થશે અને દેશનો વિકાસ મજબૂતીથી વધશે.

– રેલ્વેનું યોગદાન હજુ વધારે વધશે

– બજેટમાં રોજગાર વધારવા માટે પણ વધારે જોર આપવામાં આવ્યું છે.

– ઐતિહાસિક બજેટ માટે નાણામંત્રી અરુણ જેટલીને અભિનંદન

VISIT: http://sambhaavnews.com/

You might also like