PM મોદી ચીનથી સ્વદેશ આવવા રવાના, જિનપિંગ સાથે ખાસ મુદ્દાઓ પર કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનો ચીનનો પ્રવાસ પૂર્ણ કરી ભારત આવવા રવાના થઇ ગયા છે. ચીનના વુહાન શહેરમાં યાત્રા દરમિયાન પીએમ મોદી અન શી જિનપિંગ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ ચીનની મુલાકાતની ખાસિયત એ રહી છે કે 72 દિવસ સુધી ચાલનાર દોકલામ વિવાદ બાદ બંને દેશના નેતાઓ પ્રથમ વાર મળ્યા હતા.

PM મોદી પોતાની બે દિવસીય ચીનયાત્રા પૂરી કરીને ભારત આવવા માટે રવાના થયા છે. ઔપચારિક બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી ચીન ગયા હતા. આ બે દિવસમાં પીએ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનશપગ સાથે મુલાકાત કરી. તેઓની આ મુલાકાત પર ફકત ભારત અને ચીન જ નહીં વિશ્વની નજરો પણ ટકેલી હતી.

છેલ્લાં 72 દિવસથી ડોકલામમાં ચાલી રહેલી ગતિવિધીઓને લઈને પણ આ મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારના કરાર કરવામાં આવ્યા નથી.

You might also like