PM મોદીએ રાણીપની સ્કૂલમાંથી મતદાન કર્યું, બહાર ‘મોદી મોદી..’ સૂત્રોચ્ચાર થયાં

PM મોદી આજે બીજા તબક્કાના મતદાન માટે અમદાવાદ આવી રહ્યા છે. હર વર્ષની જેમ વડાપ્રધાન મોદી આજે રાણીપથી મતદાન કરશે. આજે વડાપ્રધાને રાણીપની નિશાન સ્કૂલમાંથી મતદાન કર્યું હતું. વડાપ્રધાન 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. તેઓ રાણીપથી મતદાન કરવાના હતા,
તેથી રાણીપમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પણ

વડાપ્રધાન મોદીનો કારનો કાફલો રાણીપ મતદાન બૂથે પહોંચ્યો ત્યારે લોકોની જોરદાર ભીડ જામી ગઈ હતી. લોકો ‘મોદી મોદી..’ ના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદી વોટ આપતા પહેલા લાઈનમાં ઉભા રહ્યા હતા. લાઈનમાં ઉભેલા લોકો તેમનું અભિવાદન કરી રહ્યા હતા.

PM મોદી મત આપી પાછા દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ ગાંધીનગરથી મતદાન કર્યું હતું. વડાપ્રધાનના ભાઈ પંકજ મોદીએ પણ મતદાન કર્યું હતું.

You might also like