PMના નોટબંધીના નિર્ણયને નીતીશે ગણાવી સિંહની સવારી

નવી દિલ્હી : બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે મોદીની નિર્ણય પાછળની ભાવના યોગ્ય છે, માટે તેનું સન્માન કરવું જોઇએ. બિહારનાં મુખ્યમંત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે, વડાપ્રધાન મોદી સિંહની સવારી કરી રહ્યા છે. જેનાથી તેમનું ગઠબંધન વિખરાઇ પણ શકે છે. જો કે તેમનાં પગલા પાછળની ભાવના યોગ્ય છે. આપણે તેનું સન્માન કરવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનાં નોટબંધીનાં નિર્ણય પર સમગ્ર વિપક્ષ એક જુથ થઇ ચુક્યું છે. પરંતુ નીતીશ એકમાત્ર એવા નેતા છે જે તેનું સમર્થન કરી રહ્યા છે. ગત્ત અઠવાડીયે પણ તેમણે નોટબંધીના નિર્ણયને સંપુર્ણ સમર્થન આપ્યું હતું. જો કે જેડીયુનું કહેવું છે કે, નોટબંધીના કારણે ગ્રામીણ વિસ્તારોમાં તકલીફ થઇ રહી છે. આ મુદ્દો ઉઠાવવામાં પણ આવશે.

નીતીશે પણ તે અંગે કહ્યું કે આ પ્રકારની ખામીઓ જાહેર કરતા પાર્ટી નહી અચકાય. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીને કહેશે કે તેઓ બેનામી સંપત્તિઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરે. જો કે તેમણે લીધેલો નિર્ણય યોગ્ય છે.

You might also like