PM મોદીના ચાલુ કાર્યક્રમમાં મહિલાએ કર્યો હંગામો, કહ્યું PMO નથી સાંભળી રહ્યા સમસ્યા

ગાંધીનગર: વિશ્વ મહિલા દિન નિમિતે ગાંધીનગર ખાતે ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની છ મહિલા સરપંચોને સંબોધવા ઉપસ્થિત છે. આ દરમિયાન મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ એક મહિલાએ જોરદાર હંગામો કર્યો હતો. આ મહિલાએ પીએમ વિરુદ્ધ નારા લગાવ્યા. મહિલાએ આરોપ લગાવ્યો કે એ પોતાની સમસ્યાઓને લઇને પીએમઓમાં ઘણા ધક્કા લગાવી ચૂકી છે, પરંતુ એની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી નથી, હંગામો કરી રહેલી મહિલાને પોલીસે ધરપકડ કરી છે.

નોંધનીય છે કે પીએમ મોદી મહિલા સરપંચોને સંબોધિત કરવાના હતા. પીએમ બોલે એ પહેલા જ એમની સામે ગૌતમબદ્ધ નગરની રહેનારી મહિલા જેનું નામ શાલિની કહેવામાં આવી રહ્યું છે, એણે જોરદાર હંગામો શરૂ કરી દીધો હતો. જોકે, પોલીસે તરત જ તેનું મોઢું દબાવું દીધું હતું અને ખેંચીને બહાર લઇ જવામાં આવી હતી. જ્યાં ગાંધીનગર કલેક્ટર અને ઉચ્ચઅધિકારીઓ યુવતી પાસે દોડી ગયા હતા અને પૂછપરછ હાથ ધરી હતી.

http://sambhaavnews.com/

You might also like