PM મોદી અને શિંઝો આબેએ લીધી સીદી સૈયદ મસ્જિદની મુલાકાત

0 2

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે આજથી બે દિવસ અમદાવાદનાં મહેમાન બન્યાં છે. ત્યારે જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસ પર છે. પીએમ મોદી અને શિંઝો આબેની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે અને પીએમ મોદીએ એરપોર્ટથી લઇ ગાંધી આશ્રમ સુધી આઠ કિલોમીટરનો રોડ શૉ કર્યો. પ્રથમ વખત બે દેશનાં પીએમનો રોડ-શો કરવામાં આવ્યો. ખુલ્લી જીપમાં PM નરેન્દ્ર મોદી સાથે જાપાની વડાપ્રધાન અને તેમનાં પત્નીએ રોડ-શો કર્યો હતો. રોડ શો દરમિયાન PM મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેએ હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું.

પીએમ મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેનું અનેક લોકોએ અભિવાદન કર્યું. પીએમ મોદીનાં કાફલાએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ગાંધીબાપુનાં ફોટાને સુતરનો હાર પહેરાવ્યો. શિંઝો આબેને PM મોદીએ ગાંધી આશ્રમ વિશે માહિતી આપી.

શિંઝો આબે અને PM મોદીએ સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ નિહાળ્યો. ગાંધી આશ્રમમાં ભજન અને ભક્તિ ગીતોનું ગુંજન થઇ રહ્યું હતું. ગાંધીજીની પ્રતિમાને PM મોદી અને જાપાનનાં આબે દંપતીએ પુષ્પાંજલી અર્પણ કરી. ગાંધી આશ્રમથી જાપાનનાં પીએમ શિંઝો આબેએ PM મોદી સાથે રિવરફ્રન્ટ નિહાળ્યો. જાપાનનાં આબે દંપતીએ વિજીટર બુકમાં પોતાનાં અભિપ્રાય પણ લખ્યા.

પીએમ મોદી વસ્ત્રાપુર ખાતે હોટલ હયાતથી લઇ લાલદરવાજા ખાતે સીદી સૈયદની મસ્જિદ નિહાળવા રવાના થયા. વધુમાં જણાવીએ તો મોદી પહેલી વાર પીએમ બન્યા બાદ દેશની કોઇ મસ્જિદમાં જઇ રહ્યાં છે.

પીએમ મોદી સીદી સૈયદની મસ્જિદની મુલાકાત બાદ હવે તેઓ અગાસીયા હોટલ ખાતે બંને દેશનાં વડાઓ બેઠક કરશે.

આ અગાઉ એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી સહિત અનેક બીજેપીનાં નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યાં. મુખ્ય સચિવ જે.એન.સિંહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં અને સાથે સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ડે.સીએમ નીતિન પટેલ અને DGP ગીથા જોહરી સહિત નેતાઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં. એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી પીએમ મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેનાં રોડ શોને લઈ એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ જવાનાં રસ્તા બંધ રાખવામાં આવ્યાં.

એસઆરપી, ક્યુઆરટી, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, ટ્રાફિક પોલીસ અને ચેતક કમાન્ડોનો કાફલો અને સમગ્ર શહેરની પોલીસને આજ સવારથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. શહેર પોલીસ, એસપીજી અને જાપાનની સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે સવારે પણ તેઓની મુલાકાતનાં સ્થળ અને હયાત હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ તૈયારીઓને બપોર
સુધીમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

loading...

Leave A Reply

Your email address will not be published.