PM મોદી અને CM યોગી પર કેમિકલ એટેકનો ખતરો!, એલર્ટ જારી

ન્યૂ દિલ્હીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેમિકલ અને મેડિસિન એટેક થઇ શકે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઇનપુટ મળ્યા બાદ યોગી આદિત્યનાથની સુરક્ષા કડક કરી દેવામાં આવેલ છે. મેરઠમાં તેઓની મુલાકાતને લઇને ખાસ ચોકક્સાઇ ગોઠવી દેવામાં આવેલ છે. એસપી સીએમ સિક્યોરિટીએ મેરઠનાં પોલીસ-પ્રશાસનિક અધિકારીઓને રેડિયોગ્રામ મોકલ્યો છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા જે ઇનપુટ મળેલ છે તેમાં એવું સામે આવ્યું છે કે કશ્મીરથી કેટલાંક યુવાઓનું ગ્રુપ આતંકીઓનાં સંપર્કમાં છે. તેઓનાં સભ્ય યૂપીમાં મુખ્યમંત્રી યોગી પર એટેક કરી શકે છે. તેઓની ટ્રેનથી જમ્મુ-કશ્મીરથી લખનઉ પહોંચવાની વાત કરવામાં આવી છે. આ લોકો કોઇ જનસભા અથવા કાર્યક્રમમાં કેમિકલ અને મેડિસિન એટેક પણ કરી શકે છે.

માનવ બોમ્બનો ઉપયોગ પણ કરી શકાય છે. તેઓનાં લોકેશન અને સમયને લઇને સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઇ ગયેલ છે. અનેક એજન્સીઓનાં ઇનપુટનાં અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં કમાન્ડર મસૂદ અઝહરે એક ટેપ રજૂ કરેલ છે. જેમાં તેઓએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી પર એટેક કરવાની વાત કહી છે.

આ હુમલો કોઇ જનસભા અને કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી શકે છે. ઇનપુટ એવા છે કે લંડન બેસ્ડ કેટલાંક કશ્મીરી સંગઠન યોગી અથવા મોદીને ટાર્ગેટ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલ તમામ ઇનપુટને દેખતા સીએમની સિક્યોરિટીને લઇને સાવધાની વર્તવામાં આવી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

વિન્ડીઝ સામેની 3 T-૨૦માં ઇન્ડીયાનાં ૪૮૭ રન, અડધાથી પણ વધુ ૨૫૯ રન રોહિત-શિખરનાં

વિન્ડીઝ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ભારતે ૩-૦થી વિજય મેળવ્યો. શ્રેણીમાં ભારતે બે વાર, જ્યારે વિન્ડીઝે એક વાર ૧૮૦થી વધુનો…

14 mins ago

શહેરમાં ચેઇન સ્નેચરોનો તરખાટઃ મહિલાઓનાં ગળાની ચેઇન આંચકી ગઠીયા રફુચક્કર

અમદાવાદઃ શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વેજલપુર અને શાહીબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની…

26 mins ago

ભિલોડામાં વેપારી પર ફાયરીંગ કરીને ચલાવાઇ લૂંટ, સારવાર દરમ્યાન મોત

અરવલ્લીઃ નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં લૂંટ ‌વિથ મર્ડરની બીજી ઘટના સામે આવી છે. જેનાં પગલે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયો…

1 hour ago

ચીટર દંપતીનો એજન્ટ દાનસિંહ વાળા પણ પત્ની સાથે ફરાર

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

1 hour ago

કશ્મીર-બદરીનાથમાં ભારે હિમવર્ષા સાથે કાતિલ ઠંડી, રસ્તાઓ બંધ થતાં એલર્ટ જારી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાથી સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું…

2 hours ago

સુપ્રીમ કોર્ટમાં ચકચાર રાફેલ ડીલ કેસની સુનાવણી શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ કેસમાં દાખલ થયેલ ચાર જનહિતની અરજી પર આજથી સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ…

2 hours ago