Categories: India

દરેક મહાન વ્યક્તિ પાછળ ગુરૂનું પણ મહત્વનું યોગદાન હોય જ છે : મોદી

નવી દિલ્હી : વિદ્યા ભારતી દ્વારા આયોજીત અખિલ ભારતીય પ્રાચાર્ય સમ્મેલનનાં બીજા દિવસે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોનાં ભવિષ્ય અને જ્ઞાન સાથે જોડાયેલી ઘણી વાતો કરી. આ સમ્મેલનમાં આયોજીત વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ દરમિયાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિનું સપનું પોતાનાં બાળકનું ભવિષ્ય સારૂ બનાવવાનું છે. તેમણે પ્રિન્સિપાલનું સંબોધન કરતા કહ્યું કે અમે બધા જ વિશ્વાસ કરીએ છીએ કે જ્ઞાનમાં કોઇ પ્રકારે અટકે નહી. જ્ઞાનને ચારેબાજુથી આવવા દેવું જોઇએ. વડાપ્રધાને કહ્યું કે આપણે હંમેશા આપણા મગજને સંપુર્ણ રીતે ખુલ્લુ રાખવું જોઇએ. જેથી વિશ્વમાં જે કાંઇ પણ થઇ રહ્યું છે તેમાંથી આપણને કાંઇક ને કાંઇક શિખવા મળે.
મોદીએ કહ્યું કે જો આપણે કોઇને પુછીએ કે તમારૂ સપનું શું છે તો સામેવાળી વ્યક્તિ એવો જ જવાબ આફશે કે તે પોતાનાં બાળકને શિક્ષીત કરવા માંગે છે. મોદીએ કહ્યું કે જો આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીથી અંતર રાખીએ તો તેનાં કારણી આપણી પ્રગતી પર તેની અસર થઇ શકે છે.
મોદીએ સવાલ પુછતા કહ્યું કે શું આપણી શાળાનાં બાળકો ઉર્જા સંરક્ષણ અભિયાનનાં દૂત ન બની શકે. આ સમ્મેલન 14 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. જેમાં વિવિધ શાળાનાં શિક્ષકો અને આચાર્યોને ખાસ કરીને શિક્ષણ અને તેની ગુણવત્તા ઉપરાંત બાળકોને માત્ર ચોપડીમાં રહેલું જ્ઞાન ન આપતા તેઓને ભણતર સાથે ગણતર અંગેની અને અન્ય પ્રવૃતીઓમાં પણ પાવરધા બનાવવા અંગેની ચર્ચાઓ કરવામાં આવશે.

Navin Sharma

Recent Posts

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 min ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

3 mins ago

શાર્પનર શોધતી બીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે ફટકારી

અમદાવાદ: શહેરમાં સ્કૂલના ટીચર દ્વારા વિદ્યાર્થીઓને મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો…

5 mins ago

આલોકનાથ સામે મુંબઈ પોલીસે બળાત્કારનો કેસ દાખલ કર્યો

મુંબઇ: મુુંબઇ પોલીસે ફિલ્મ અભિનેતા આલોકનાથ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. ઓશીવારા પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો…

13 mins ago

અક્ષય SIT સમક્ષ હાજર: બાદલ-રામરહીમની મિટિંગ કરાવ્યાનો ઈનકાર

નવી દિલ્હીઃ શ્રી ગુરુગ્રંથ સા‌િહબના અપમાન અને ત્યાર બાદ થયેલી હિંસાની બાબતમાં આજે ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ…

15 mins ago

દિલ્હીમાં જૈશના બે આતંકીઓ ઘૂસ્યા: એજન્સીઓને મોટા હુમલાની આશંકા

નવી દિલ્હી: પંજાબના અમૃતસરમાં આતંકી હુમલા અને બ્લાસ્ટના બે દિવસ બાદ દેશની રાજધાની નવી દિલ્હીમાં બે આતંકીઓ ઘૂસ્યા હોવાના ઈન્ટેલિજન્સ…

19 mins ago