PMનો સાણંદમાં ઝંઝાવતી પ્રચાર, આજે સાણંદ વિકાસની ઉંચાઇઓને સર કરી ગયું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતમાં ચૂંટણીલક્ષી સભાઓ ગજવી રહ્યાં છે ત્યારે સાણંદમાં જનસભાને સંબોધન કર્યું હતુ.  પીએમ મોદી અહીના લોકો પાસેતી શીખવાનો મને મોકો મળ્યો. પીએમએ કહ્યું કે 10 વર્ષ પહેલા કોઇએ સાણંદના વિકાસની કલ્પના પણ નહોતી કરી. આજે સાણંદ વિકાસની ઉંચાઇઓને સર કરી ગયું. અહીના લોકો પાસેથી ઘણુ શિખવા મળ્યું. સાણંદમાં ઘણા લોકો મને વ્યક્તિગત રીતે ઓળખે છે.

કોંગ્રેસ ગોલ્ડર કોરિડોરના નામે ચૂંટણી જીતી જતી હતી. ભાજપ સરકારે અંકલેશ્વર અને વાપી સુધી કેમિકલની કંપનીઓ ઉભી કરી. આજે પર્યાવરની રોડો નાખનાર ભૂતકાળ યાદ કરે. જે જમીનોમાં પાણી નહતું પહોંચતું ત્યાં કંપની નાખીને વિકાસ કર્યો. કોંગ્રેસના રાજમાં આ વિસ્તાર પછાત રહી ગયો હતો ત્યાં પ્રગતિ કરી તેની તેમના પેટમાં ચૂંકમાં આવે છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને વિકાસનો ‘વ’ પણ નથી આવડતો. સાણંદથી મોઢેરા સુધીનો પટ્ટો ઓટોમોબાઇલનું કેન્દ્રબિંદુ બની ગયું છે. કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આવતા પહેલા લેશન કરીને આવવું જોઇએ. જેમણે ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર બનાવ્યો તે ભલુ ન કરી શકે.

આજે સાણંદ-વિરમગામ મુખ્ય ધારામાં આવી ગયું. કોંગ્રેસ જાતીવાદના નામે ઝઘઢા કરાવ્યા. ભાજપની સરકાર બન્યા પછી ટ્રેડર કહેવાતુ રાજ્ય મેન્યુફેકચરીંગનું હબ બન્યું. પહેલા પસુએ પાણી પાસે જવું પડતું હતું, આજે પાણી પશુ પાસે જાય છે. અમે 10 ટકા કૃષિ વિકાસ દર કરીને દેશમાં પ્રથમ રહ્યાં.

જે લોકો ફેકટરીમાં બટાકા ઉગાડે તેમને યુરિયાની શુ ખબર પડે ? કોંગ્રેસના સમયમાં યુરિયા ખેડૂતોના નામે બનતું પણ ફેકટરીઓમા જતું હતું. દેશમાં કોંગ્રેસને સુક્ષ્મદર્શક યંત્રથી શોધો તોય મળે નહી. પીએમ કહ્યું કે મોદી ખુરશી માટે નહીં, હિન્દુસ્તાનની ખુશી માટે પેદા થયા છે.

You might also like