VIDEO: કોંગ્રેસ જેટલી મારી મજાક ઉડાવશે એટલો જ લોકો મને ખંભે ઉંચકશેઃ પીએમ મોદી

પંચમહાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બીજા તબક્કાની ચૂંટણીને લઇ પૂરા જોરશોરથી પ્રચાર પ્રશાર કરી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ આજે પાલનપુર અને સાણંદ ખાતે જાહેરસભાને સંબોધી હતી અને પછી કાલોલનાં બેઢિયા ખાતે જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા હતાં.

પીએમ મોદીએ કાલોલનાં બેઢિયા ખાતે ચૂંટણીસભાને સંબોધતા કહ્યું કે,”પંચમહાલે તો આજે કમાલ કરી દીધી. ગુજરાત વિકાસની નવી ઉંચાઇએ છે. દેશની જનતાએ કોંગ્રેસને ઉંખાડી ફેંકી છે. દેશમાંથી કોંગ્રેસ એનાં પાપે સાફ થઇ ગઇ છે.

કોંગ્રેસ પાર્ટીને ખબર નથી કે જનતાનો મિજાજ હવે બદલાઇ રહ્યો છે. પરંતુ કોંગ્રેસ હજી સુધરવાનું નામ જ નથી લેતી. શાંતિ અને સદભાવનાનાં મિશનથી ગુજરાતને આગળ લઇ જઇશું. ગુજરાતે દુનિયાને બતાવ્યું છે કે અમે એકતા અને વિકાસનાં માર્ગે ચાલીએ છીએ.

અબ્દુલ ક્લામ રાષ્ટ્રપતિ હતાં ત્યારે આપણે તેમને પાવાગઢ લઇ આવ્યાં હતાં. જ્યારે 24 કલાક વીજળીની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે તે શક્ય નથી. આજે 24 કલાક વીજળી હવે મળતી થઇ ગઇ છે. આ ગુજરાતનું મોડલ છે. 1000 દિવસોમાં 18 હજાર ગામોમાં વીજળી પહોંચાડવી છે.

જો કોંગ્રેસ પાર્ટીને ગરીબોની ચિંતા હોત તો વીજળી પહોંચાડી હોત. કોંગ્રેસને મારી જેટલી મજાક ઉડાવવી હોય એટલી ઉડાવે. કોંગ્રેસ જેટલી મારી મજાક ઉડાવશે એટલો જ લોકો મને ખંભે ઉંચકશે. કોંગ્રેસે દેશને ગંદકીમાં ધકેલ્યો, મેં સફાઇ માટે આહવાન કર્યું હતું.

મેં તો ગંદકી માટે સફાઇ અભિયાન કર્યું અને લોકોએ તો કોંગ્રેસને જ સાફ કરી દીધી. સૂક્ષ્મદર્શક યંત્ર લઇને ફરો તો પણ કોંગ્રેસ મળશે નહીં. કોંગ્રેસે અત્યારથી જ ચૂંટણી હાર્યા પછીનાં નિવેદનો ચાલુ કરી દીધાં છે. 18 તારીખે કોંગ્રેસ કહેશે કે મણિશંકર ઐય્યરનાં નિવેદનને લઇ આપણે હાર્યા છીએ.

18 તારીખે કોઇ કોંગ્રેસી નેતા નહીં કહે કે રાહુલ ગાંધીને લીધે હાર્યા છીએ. પીએમ મોદીનો અર્જુન મોઢવાડીયા પર પણ આડકતરી રીતે કટાક્ષ જોવાં મળ્યો હતો. કોંગ્રેસનાં એક નેતાએ મતદાનનાં 1 કલાક બાદ જ બુમાબુમ કરી. હારનાં ડરથી EVM સાથે બ્લૂટુથ કનેક્ટ હોવાનાં કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. ગુજરાતનાં દરેક પોલિંગ બુથમાં કમળ ખીલવું જોઇએ. દેશમાંથી કોંગ્રેસ એનાં પાપે જ સાફ થઇ ગઇ છે.”

You might also like