PM મોદીએ પંજાબમાં કોંગ્રેસ પર કર્યા આકરાં પ્રહારો, AAP પર રહ્યા ચૂપ

જાલંધર: પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે પંજાબના જાલંધરમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. અહીંયા મોદીએ કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસને ‘ડૂબતી હોડી’ નો કરાર આપ્યો હતો. પીએમએ આકોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના અસ્તિત્વને બચાવવા માટે કોમ્યુનિટી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સાથે સાંઠગાંઠ કરી.

પીએમના પ્રમાણે, આ દળો સાથે રાજકારણ લડાઇ ચાલુ રહેવા છતાં કોંગ્રેસે પોતાને બચાવવા માટે એ લોકા સાથે પશ્વિમ બંગાળ અને યૂપીમાં ગઠબંધન કર્યું અને એમને જે ફેંક્યું, એને સ્વીકારી લીધું. જો કે પૂરા સંબોધનમાં મોદી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતાં જોવા મળ્યા નહીં. તેમણે આપ પાર્ટીનો સીધી રીતે કોઇ ઉલ્લેખ કર્યો નહીં.

મોદીએ ભાષણની શરૂઆતમાં અને અંતમાં લોકો પાસે ભારત માતા કી જયના નારા લગાવ્યા. મોદીએ પંજાબની નશાખોરીના મુદ્દાને ઉઠાવવારી પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે પ્રદેશના યુવાઓની છાપ ખરાબ કરવામાં આવી રહી છે. મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ સીએમ પ્રકાશ સિંહ બાદલના પણ જોરદાર વખાણ કર્યા. નોટબંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજકારણમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેનો બેડો ઉપાડ્યો છે.

મોદીએ શું કહ્યું?

જેમ માછલી પાણી વગર ના રહી શકતી હોય એમ કોંગ્રેસ પણ સત્તા વગર રહી શકતી નથી. જે લોકોએ આવું કર્યું છે એમને અવી સજા આપો કે ફરીથી પંજાબ પર આંગળી પણ કરે નહીં.

કોંગ્રેસનું રંગ, રૂપ અને રસ્તો શું છે એ જ ખબર પડતી નથી.

રાજકારણની જગ્યા અલગ છે પરંતુ દેશ અને દુનિયામાં પંજાબના યુવાનોની છાપ ઊભી કરવામાં આવી છે.

પંજાબની ધરતી વીરો, શૂરવીરો, ગુરુઓ, સંતો, ત્યાગ અને બલિદાનની ધરતી છે. અહીંના ખેડૂતો પસીનો પાડીને દેશના લોકોનું પેટ ભરે છે. અને જવાનો લોહી પાડીને ભારત માં ની રક્ષા કરે છે.

હિંદુસ્તાનમાં પ્રદેશ તો ખૂબ છે. પંજાબની આન બાન શાન ભારતનું માથું ઊંચું કરે છે.

આ ખૂબ જ દુખની વાત છે કે કેટલાક લોકો ખાનગી સ્વાર્થ માટે રાજકારણના મહત્વના મુદ્દા પર ચર્ચાનું સામાર્થ્ય ન હોવાને કારણે પંજાબ પર છાંટા ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પંજાબના લોકોએ આતંકવાદનો સમય પણ જોયો છે. પંજાબ હિંદુ સિખ એક્તાન તૂટતા જોઇ છે. તેમ છતાં કોઇ વ્યક્તિએ પંજાબ પર શક કર્યો નથી.

આ કોંગ્રેસ પાર્ટી જોરદાક પાર્ટી છે. પાર્ટીને બચાવવા અને ઇજ્જત બચાવવા કોમ્યુનિટી પાર્ટી સાથે સાઠગાંઠ કરી અને બંગાળમાં ચૂંટણી લડવા ગઇ. જે કમ્યુનિસ્ટ પાર્ટીથી 50 વર્ષની રાજકારણ લડાઇ હતી, તેની સાથે સાંઠગાંઠ કરી લીધી. જે ફેંક્યું એને સ્વીકાર કરી લીધો.

You might also like