Categories: India

PM ના મનની વાત: 125 કરોડ દેશવાસી સંકલ્પ લે તો નવા ભારતનું સપનું પૂરું થાય

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 30માં મનની વાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી છે. રેડિયો અને દૂરદર્શન પર પ્રસારિત પીએમ મોદીએ આ કાર્યક્રમની શરૂઆતમાં પડોશી દેશ બાંગ્લાદેશને આઝાદી શુભેચ્છા આપી અને કહ્યું કે બંને દેશો સારા મિત્રો છે.

પ્રધાનમંત્રીએ આ સાથે જ અમર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને પણ શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કહ્યું કે આ ત્રણેય યુવકોથી બ્રિટીશ સરકાર ડરતી હતી. પીએમ મોદીએ સાથે કહ્યું દેશના નૌજવાનોને શહીદ ભગત સિંહની સમાધિ પર જવું જોઇએ. જણાવી દઇએ કે 23 માર્ચ, 1931એ આ સ્વતંત્રતા સેનાનિઓને અંગ્રેજી હુકૂમતએ ફાંસી આપી દીધી હતી.

પીએમ મોદીએ આપણે ચંપારણ સત્યાગ્રહની 100મો જન્મદિવસ ઉજવવા જઇ રહ્યા છીએ. અહીંયા થી ગાંધીજીએ ભારતમાં સ્વતંત્રતા માટે લડાઇની શરૂઆત કરી હતી. આ સત્યાગ્રહે આપણને દેખાડ્યું કે મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ કેટલું ખાસ અને જોરદાર હતું. ભારતની આઝાદીના આંદોલનમાં ગાંધી વિચારશૈલીનમું પ્રકટ રૂપ પહેલી વખત ચંપારણમાં જોવા મળ્યું. પીએમ મોદીએ કહ્યું, ‘સાર્વજનિક જીવનની શરૂઆત કેવી રીતે કરી શકાય, જાતે કેટલો પરિશ્રમ કરવો પડે એ આપણે ગાંધીજી પાસેથી શીખી શકીએ છીએ. ‘

તો દેશના વિકાસમાં દરેક દેશવાસીઓના યોગદાનને રેખાંકિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે બધા 125 કરોડ ભારતીય ન્યૂ ઇન્ડિયા બનાવવામાં પોતાની પૂરી ક્ષમતાથી જોડાયેલા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક દેશવાસીઓ મનમાં આશા અને ઉમંગ અને આ જ લોકો ભવ્ય અને દિવ્ય ભારત બનાવશે. દરેક લોકો પોતાના નાગરિક ધર્મ અને કરત્વ્યનું પાલન કરે, આ જ એક પોતાનામાં નવા ભારતની શરૂઆત બનાવી શકે છે. પીએમ મોદીએ સાથે કહ્યું કે હું તમને નિમંત્રણ આપું છું કે સ્વરાજથી સુરાજની આ યાત્રામાં આપણે બધા જીવનને અનુશાસિત કરીને, સંકલ્પબદ્ધ કરીને જોડાઇએ.

મનની વાતમાં પીએમ મોદીએ કાળાનાણા વિરુદ્ધ લડાઇનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું, ‘કાળાનાણાં વિરુદ્ધ લજાઇ આગળ વધારવા માટે દેશવાસી એક વર્ષમાં 2500 કરોડ ડિજીટલ લેણદેણ કરવાનો સંકલ્પ કરી શકે છે? એનાથી દેશની સેવા કરતાં કાળાનાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇના એક વીર સૈનિક બની શકો છો.’

સફાઇ તરઉ દેશવાસીઓને પ્રેરિત કરતાં પીએમ મોદીએ કહ્યું, ‘હું ઇચ્છું છું કે, દેશવાસીઓના મનમાં ગંદકી પ્રત્યે ગુસ્સો હોય, જ્યારે ગુસ્સો હશે ત્યારે અમે ગંદકતી વિરુદ્ધ પગલું ભરશું. સવચ્છતા આંદોલનથી વધારે આદતો જોડાયેલી હોય છે. આ આદત બદલવાનું આંદોલન છે. કામ મુશ્કેલીભર્યું છે, પરંતુ કરવું જરૂરી છે.’

પીએમ મોદીએ કહ્યું 21 જૂનએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ત્રણ વર્ષ થશે, તમે અત્યારથી તૈયારી કરો અને લાખોની  સંખ્યામાં સામૂહિક યોગ ઉત્સવ મનાવો. પીએમ મોદીએ કહ્યું કે,’તમારા મનમાં આ યોગ દિવસ માટે કોઇ પણ સૂચન હોય તો ‘નમો એપ’ ના માધ્યમથી તમારા સૂચનને મને જરૂરથી મોકલો.’

આ પહેલા 26 ફેબ્રુઆરીએ પોતાના 29મી મનની વાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વૈજ્ઞાનિક સમુદાયની ઉપલબ્ધિઓને રેખાંકિત કરીને કહ્યું હતું કે 15 ફેબ્રુઆરી, 2017 ભારતના જીવનમાં ખૂબ ગૌરવપૂર્ણ દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે. એમણે કહ્યું કે આ દિનસે આપણા વૈજ્ઞાનિકોએ વિશ્વની સામે ભારતનું માથુ ગર્વથી ઊંચું કર્યું છે. ISRO એ ઘણી અભૂતપૂર્વ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

11 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

12 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

12 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

12 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

13 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

13 hours ago