J&Kમાં ઇદનાં દિવસે હિંસા, સુરક્ષાદળો પર પથ્થર મારો

કાશ્મીર : આજે સમગ્ર દેશમાં ઇદ ઉલ ફિત્રનાં તહેવારની ઉજવણી થઇ હતી. દેશભરનાં મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં ભેગા થઇને નમાજ અદા કરી રહ્યા છે. સમગ્ર દેશમાં ઇદની ખુશી છે. વડાપ્રધાને પણ ઇદ ઉલ ફિત્રની સમગ્ર દેશને શુભકામનાઓ પાઠવી છે.કાશ્મીરમાં પણ ઇદની ઉજવણી થઇ રહી છે પરંતુ તે સાથે અથડામણો થઇ હોવાના બનાવો બન્યા છે.

અનંતનાગ, સોપોરો, કુલગામ, પુલવામાં અને પટન શહેરમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં 10 દેખાવકારો ઘાયલ થયા છે. અનેક જગ્યાએ ધર્ષણ બાદ પોલીસે ટિયરગેસનાં સેલ છોડ્યા હતા. બીજી તરફ હરિયાણાનાં વલ્લભગઢમાં ઇદની ઉજવણી નહી થાય, મુસ્લિમોએ ફક્ત નમાજ અદા કરી છે.

રવિવારે રાત્રે એક ટ્વિટમાં મોદીએ કહ્યું ઇદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ આ પવિત્ર દિવસ આપણા સમાજમાં શાંતિ અને ભાઇચારાની ભાવનાને વધારે. કાશ્મીરમાં આજે ઇદ ઉલ ફિત્રની ઉજવણી થઇ રહી છે. મસ્જિદો, મંદિરો અને ઇદગાહોમાં લોકો ખાસ પ્રાર્થનાઓ માટે ઉમટી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ખીમણમાં પથ્થરમારો તથા સુરક્ષાદળો અને વિરોધીઓ વચ્ચે અથડામણનાં કેટલાક બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

તમામ વિસ્તારોમાંથી મુસ્લિમો ઇદનીનમાજ અદા કરવા માટે મસ્જિદ અથવા ઇદગાહમાં ભેગા થઇ રહ્યા છે. મુસ્લિમોનો સૌથી મોટો સમૂહ હઝરતબલ મસ્જિદમાં ભેગો થયો છે, જ્યાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર 50 હજારથી પણ વધારે મુસલમાનોએ નમાજ અદા કરી. ત્યાર બાદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો સમૂહ જૂના શહેરમાં આવેલી એક ઇદગાહમાં ભેગો થયો જ્યાં 40 હજાર લોકોએ નમાજ અદા કરી.

You might also like