PM મોદીના ભાભરમાં બીકેના પુરને લઇને કોંગ્રેસ પર ચાબખા

આગામી વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાભર ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીની આ સભામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીનું બનાસકાંઠાના ભાભરમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધન શરૂ કરતા પહેલા જ દુર ઝાડ પર બેઠેલા લોકોને નીચી ઉતરવા વિનંતી કરી હતી. પીએમ કહ્યું કે જ્યાં જ્યાં મારી નજર પહોંચે છે ત્યાં માનવમહેરાણ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં આવેલા પુરને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે પુર સમયે કોંગ્રેસના નેતાઓ બેંગલોરમાં મોજ કરતા હતા ત્યારે ભાજપના નેતાઓ પુરગ્રસ્ત વિસ્તારમાં ફરીફરીને મદદ કરી રહ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ઓખી વાવાઝોડના સમયે ગુજરાતના સીએમ વિજય રૂપાણી તેમના પ્રચાર કાર્યક્રમને છોડીને લોકોની મદદ કરવા પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ સુરતના લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે તૈયારીઓ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાભર રેલીને સંબોધન કરતાં કોંગ્રેસના મણિશંકર ઐયરના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ કહ્યું કે તેઓ પીએમ બન્યા ત્યારે તેમને હટાવવા માટે પાકિસ્તાનમાં જઇને ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં મારી સોપારી આપવા ગયા હતા? પીએમ મોદીની સભામાં નાના બાળકોથી લઇ મહિલાઓ મોદીના માસ્કમાં જોવા મળ્યા હતા.

You might also like