VHPનાં અધ્યક્ષ પદેથી પ્રવિણ તોગડિયાને હટાવવા રણનીતિ તૈયાર

વિશ્વ હિન્દુ પરિષદમાં હવે મોટા ફેરફાર થઇ શકે છે. પ્રવીણ તોગડિયાને VHPમાંથી દૂર કરવાનો તખ્તો તૈયાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે 13 અને 14 એપ્રિલે VHPનાં અધ્યક્ષની ચૂંટણી યોજાશે.

સૂત્રો તરફથી માહિતી એવી પ્રાપ્ત થઇ છે કે,”VHPનાં અધ્યક્ષ પદે હવે સંઘનો કોઇ વ્યક્તિ આવી શકે છે. સામાન્ય રીતે અધ્યક્ષની ચૂંટણી બાદ આ નિર્ણય લેવાતો હોય છે અને અધ્યક્ષની પેનલ ચૂંટાયા બાદ બાકીની ટીમનો પણ નિર્ણય કરાય છે. પ્રવિણ તોગડિયાએ થોડાંક સમય પહેલાં પણ સરકાર પર આવાં આરોપો કર્યાં હતાં.”

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા અગાઉ આક્ષેપો લગાવવામાં આવ્યાં હતાં. ભાજપ અને કેન્દ્ર સરકાર પર લગાવેલાં આરોપો બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તોગડિયાને તેમનાં પદ પરથી હટાવાની યોજના બનાવી રહ્યાં છે.

તેમજ સંઘનાં નિયમો મુજબ આ સંગઠન ચાલે તેવી RSSની ઇચ્છા છે. જેથી તેઓ હવે VHPને RSS આધારિત બનાવવા માંગે છે અને અધ્યક્ષ પદેથી પ્રવિણ તોગડિયાને તેઓ દૂર કરવા માટેની યોજના બનાવી રહ્યાં છે. જો કે આ નિર્ણય અધ્યક્ષની ચૂંટણી બાદ આ નિર્ણય લેવામાં આવશે.

You might also like