IPLના કાર્યક્રમમાં નવા ફેરફાર થશે?

નવી દિલ્હી : બીસીસીઆઇમાંસુધારા કરવા માટે રચવામાં આવેલી લોઢા સમિતિની ભલામણો અંગે જો સુપ્રીમ કોર્ટ મંજૂરી આપી દેશે તો બીસીસીઆઇને નવ એપ્રિલથી શરૃ થઈ રહેલી આઇપીએલની નવમી સિઝનના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડશે.

સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે આઇપીએલ અને નેશનલ કેલેન્ડર વચ્ચે ૧૫ દિવસનું અંતર હોવું જોઈએ. ભારત પોતાની યજમાનીમાં ૧૪ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન રમાનાર ટી ૨૦ વિશ્વ કપમાં ભાગ લેવાનું છે.

ટીમ ઇન્ડિયા ટી ૨૦ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચવાની સ્થિતિમાં ટોચના ક્રિકેટરોને એક સપ્તાહની અંદર જ આઇપીએલ (વર્તમાન કાર્યક્રમ અનુસાર) ભાગ લેવો પડે. રિપોર્ટમાં કહેવાયું છે કે ક્રિકેટ કેલેન્ડર તૈયાર કરતી વખતે અમુક બાબતો પર ધ્યાન આપવાની જરૃર છે. બીસીસીઆઇએ રાષ્ટ્રીય કેલેન્ડર અને આઇપીએલ વચ્ચે ઓછામાં ઓછા ૧૫ દિવસનું અંતર રાખવું જોઈએ.

તણાવભર્યા વ્યસ્ત કાર્યક્રમથી ખેડીઓનાં શરીર અને તેમની કરિયર પર વિપરીત અસર પડે છે. એ બીસીસીઆઇની જવાબદારી છે કે તે સુધારાત્મક પગલાં ઉઠાવે. સમિતિએ પોતાના અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટરોએ વિદેશી ખેલાડીઓનું અનુકરણ કરવું જોઈએ, જેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયર માટે આઇપીએલમાં રમવાનું ટાળ્યું છે.

You might also like