IPL: કોલકાતા બહાર, ફાઇનલમાં SRH ની CSK સામે ટક્કર

સનરાઇજર્સ હૈદરાબાદની ટીમે રાશિદ ખાનની શાનદાર બોલિંગના કારણે નિર્ણાયક મેચમાં કોલકાતા નાઇટરાઇડર્સને 14 રને પરાજય આપ્યો છે. આ પરાજય સાથે જ આઇપીએલ-2018માં કોલકાતાના સફરનો અંત આવ્યો છે.

જ્યારે સનરાજર્સ હૈદરાબાદની ટક્કર રવિવારે પહેલાથી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરનાર ચેન્નાઇ સુપરકિંગ્સ સામે થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાયેલ બીજા ક્વોલિફાયર રાઉન્ડમાં હૈદરાબાદે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓરમાં 7 વિકેના નુકસાન પર 174 રન બનાવ્યા હતા.

હૈદરાબાદની જીતનો હીરો અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન રહ્યો હતો. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે તે પહેલાં તેણે 10 બોલમાં 34 રન ફટકાર્યા હતા.

જેના જવાબમાં કોલકાતા નાઇટરાઇડર્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 160 રન જ બનાવી શકી હતી. રાશિદ ખાને આ મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. રાશિદ ખાને બેટિંગ તેમજ બોલિંગ બંને સારુ પ્રદર્શન કરતાં તેને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

રાશિદ ખાને બેટિંગમાં 10 બોલમાં 2 બાઉન્ડ્રી તેમજ 4 સિકસરની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા જ્યારે બોલિંગમાં 4 ઓવરમાં 19 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ આપેલા 174 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી કોલકાતાની ટીમની શરૂઆત ઝડપી અને સારી થઇ હતી. કોલકાતાનો મીડલ ઓર્ડર લડખડાતા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આમ હવે આઇપીએલ-2018નું ટાઇટલ જીતવા માટે રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાજર્સ હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

divyesh

Recent Posts

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

17 mins ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

52 mins ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

2 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

3 hours ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

4 hours ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

4 hours ago