કેદારનાથમાં યાત્રિકો ઈલેક્ટ્રિક ધાબળાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકશે

કેદારનાથ સહિત અન્ય પહાડી વિસ્તારમાં ઠંડી વખતે જતા યાત્રિકો માટે હવે આગામી દિવસોમાં ઈલેકિટ્રક ધાબળાની સુવિધા આપવામાં આવશે જેના કારણે કેદારનાથમાં યાત્રિકો ઈલેકિટ્રક ધાબળાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકશે. ખાસ કરીને કાતિલ ઠંડીના દિવસોમાં હાર્ટએટેકના કેસ વધી જાય છેતેથી તેને ધ્યાનમાં લઈને આવી નવી સુવિધા ઊભી કરવામા ‍આવી છે.

આમ તો હાલમાં આ વિસ્તારમાં વરસાદ કે બરફ વર્ષા થાય ત્યારે તંત્ર તરફથી છત્રી તથા અન્ય સુવિધા આપવામાં આવે છે. જોકે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે. ત્યારે આવી સ્થિતિમાં આવા વાતાવરણમાં રહેવા નહિ ટેવાયેલા કેટલાક યાત્રિકોની તબિયત કથળી જાય છે અથવા અમુક યાત્રિકોને હાર્ટએટેકની શકયતા રહે છે. આવી સંભાવનાને ધ્યાનમાં લઈને યાત્રિકોને આવી હાલાકીમાં મુકાવાનો વારો ન આવે તે માટે કેદારનાથ સહિત ગૌરીકુંડ, જંગલચટ્ટી, ભીમબલિ નાની અને મોટી લિન્ચોલી તેમજ બેસ કેમ્પ કેદારનાથમાં તંત્ર તરફથી યાત્રિકો માટે ઈલેકિટ્રક ધાબળાની સુવિધા આપવામાં આવશે. આ ધાબળા વરસાદમાં શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખી શકશે.

જિલ્લા અધિકારી મંગેશે જણાવ્યુ કે કેદારનાથમાં મોટાભાગે હવામાન પ્રતિકુળ રહે છે. તેથી અહીં બહારથી આવતા લોકોને તે અનુકુળ રહેતું નથી. જેમાં કેટલાક લોકોને હાર્ટએટેકની શકયતા રહે છે તેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા આવી વ્યવસ્થા કરવામા આવી છે.

You might also like