HC એ કપિલનો શો કરવા પર મંત્રી સિદ્ધૂની કરી ટીકા

ચંડીગઢ: મંત્રી પદ પર રહેવા છતાં ટીવી શોમાં કામ કરવાને લઇને પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે નવજોત સિંહ સિદ્ધૂની ટીકા કરી છે. એક પીઆઇએલ અરજી પર સુનવણી દરમિયાન હાઇ કોર્ટે કહ્યું કે માત્ર કાનૂન જ બધું નથી. કોર્ટે કહ્યું કે નૈતિકતા અને સ્પષ્ટતાનું શું થશે? હાઇ કોર્ટે સિદ્ધૂને કહ્યું કે જો તમે કાયદાનું પાલન નહીં કરે તો કોણ કરશે? આ બાબતે આગળની સુનવણી 11 મે થશે.

હકીકતમાં ક્રિકેટરથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધૂ પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી છે. મંત્રી બન્યા બાદ પણ એમને ખાનગી ચેનલ પર કોમેડી શો માં કામ કરવાનું ચાલુ રાખ્યું. એની વિરુદ્ધ ચંડીગઢના વકીલ એચ સી અરોડાએ પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટમાં પીઆઇએલ અરજી દાખલ કરીને કોર્ટ પાસે સિદ્ધૂના ટીવી શો માં ભાગ લેવા પર રોક લગાવવા માટેની માંગણી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પબ્લિક સરવન્ટને પ્રાઇવેટ બિઝનેસ કરવાની પરવાનગી મળવી જોઇએ નહીં.

નોંધનીય છે કે મંત્રી હોવા છતાં ટીવી શો માં કામ કરવાને લઇને ઊઠેલા પ્રશ્નો પર નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે રાતે એ શું કરે છે, એનાથી કોઇને મતલબ હોલો જોઇએ નહીં. એમણે કહ્યું હતું કે દિવસભર એ મંત્રીપદની જવાબદારીઓ નિભાવશે પરંતુ રાતે ટીવી શો માં પણ કામ કરશે એમાં કંઇ પણ ખોટું નથી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ આ બાબતમાં કાયદાકીય મંતવ્ય માંગ્યું છે જેની પર સૂબેના એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે એમાં કોઇ કાયદાનું ઉલ્લંઘન થયું નથી.

http://sambhaavnews.com/

You might also like