અમેરિકામાં 27 લાખમાં મહાત્મા ગાંધીના ફોટાની હરાજી થઈ

મહાત્મા ગાંધીની એક દુર્લભ ફોટાની અમેરિકામાં 41 હજાર 806 ડોલર(27 લાખ રૂપિયા)માં હરાજી થઈ. બ્રિટનમાં પાડવામાં આવેલો મહાત્મા ગાંધીની હસ્તાક્ષર વાળા આ ફોટામાં ગાંધીજી મદન મોહન માલવીયા સાથે ચાલતા જોવા મળી રહ્યા છે.

બોસ્ટન સ્થિત આરઆર હરાજી હાઉસના જણાવ્યા પ્રમાણે, આ ફોટો બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે સપ્ટેમ્બર 1931માં બ્રિટનમાં ગયા હતા ત્યારે લેવામાં આવ્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા મદન મોહન માલવિયા પણ સાથે હતા.

એવું કહેવાય છે કે, મહાત્મા ગાંધીના જમણા અંગૂઠાની પીડાને કારણે, બાપુએ ડાબા હાથથી આ ચિત્ર પર ‘એમ. કે. ગાંધી’ લખ્યું હતું. તેમણે સહી કરવા માટે ફાઉન્ટેન પેનનો ઉપયોગ કર્યો હતો.

આર.આર. ઍાક્શનના કાર્યકારી વાઇસ પ્રેસિડેન્ટ બોબી લિવિંગ્સ્ટને જણાવ્યું હતું કે, “ફોટામાં ગાંધીજી એવી રીતે જોઈ રહ્યા છે, જાણે તેઓ કોઈક મહત્વનું કામ કરવા જઇ રહ્યા છે. 20 મી સદીના આ મહાન સિધ્ધપુરૂષનાં ઉપદેશો હજુ આજે પણ મહત્ત્વ ધરાવે છે. 1930 અને 1932ની વચ્ચે થયેલ ત્રણ ગોળમેજી પરિષદોનો હેતુ ભારતમાં બંધારણીય સુધારા અંગે ચર્ચા કરવાનો પણ હતો.

You might also like