Crudeના ઉત્પાદનમાં વધારાના નિર્ણયથી પેટ્રોલના ભાવ ઘટશે

અમદાવાદ: ઓપેકની બેઠકમાં જુલાઇ મહિનાથી રોજના ૧૦ લાખ બેરલ ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે છથી આઠ સપ્તાહમાં ક્રૂડનો ભાવ ૬૮ ડોલરની સપાટીએ પહોંચી શકે છે, જેના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ક્રૂડ સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ ૮૦ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું હતું, જોકે ત્યાર બાદ તેમાં ઘટાડો નોંધાયો હતો. હાલ બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડોલરની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે, જ્યારે નાયમેક્સ ક્રૂડ ૬૯ ડોલર પ્રતિબેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે. ક્રૂડના ઉત્પાદનમાં વધારાના કારણે ઓઇલ કંપનીઓને ખરીદ પડતર નીચી આવતાં ભાવમાં ઘટાડો થઇ શકે છે.

You might also like