Categories: Business Trending

પેટ્રોલમાં પ્રતિલિટર 48 પૈસા અને ડીઝલમાં 52 પૈસાનો ભાવવધારો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ થવા છતાં અને વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ૧૦ સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી ભારત બંધનું એલાન આપ્યું હોવા છતાં આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં છેલ્લા ૧૦ દિવસમાં સૌથી વધુ ભાવવધારો ઝીંકાયો હતો.

પાટનગર દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિ લિટર ૪૮ પૈસાનો અને ડીઝલમાં પ્રતિ લિટર ૫૨ પૈસાનો વધારો ઝીંકાયો છે. આ વધારાના પગલે દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત પ્રતિલિટર રૂ. ૭૯.૯૯ અને ડીઝલની પ્રતિલિટર કિંમત રૂ. ૭૨.૦૭ થઇ ગઇ છે. એ જ રીતે મુંબઇમાં પેટ્રોલની નવી કિંમત પ્રતિલિટર રૂ. ૮૭.૯૯ અને ડીઝલની નવી કિંમત રૂ. ૭૬.૫૧ થઇ ગઇ છે.

ચેન્નઇમાં પણ પેટ્રોલના ભાવ વધીને પ્રતિલિટર રૂ. ૮૩.૧૩ અને ડીઝલ રૂ. ૭૬.૧૭ થઇ ગયા છે. કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ વધીને પ્રતિલિટર રૂ. ૮૨.૮૮ અને ડીઝલ પ્રતિ લિટર રૂ. ૭૪.૯૨ પર પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલના ભાવવધારાના મામલે રાષ્ટ્રવ્યાપી ઊહાપોહ થવા છતાં સરકાર તરફથી કોઇ રાહત મળવાનો સંકેત દેખાતા નથી.

પેટ્રોલની આગના કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ભડકો
પેટ્રોલમાં ભાવવધારાની આગ હવે સામાન્ય માનવીને પ્રભાવિત કરી રહી છે. પેટ્રોલના ભાવવધારાના પગલે સાબુ, ડીટર્જન્ટ, બિસ્કિટ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ અને એરફ્રેશનર જેવી આઇટમો મોંઘી થઇ છે. શાકભાજીની કિંમતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવવધારાની અસર જોવાઇ છે.

રોજબરોજના ઉપયોગની પ્રોડક્ટમાં પેટ્રોલના ભાવવધારાના કારણે પાંચથી આઠ ટકાનો વધારો થઇ શકે છે. કેટલીક મોટી કંપનીઓએ તો પહેલેથી જ ભાવવધારો કરી દીધો છે. એફએમસીજી કંપનીઓની પ્રોડક્ટ પર પણ ભાવવધારાની અસર જોવા મળી રહી છે.

કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની દિગ્ગજ કંપની હિંદુસ્તાન યુનિલિવરે ડિટર્જન્ટ, સ્કીન કેર અને કેટલાક સાબુની બ્રાન્ડની કિંમતોમાં ગયા મહિનાથી જ પાંચથી સાત ટકાનો વધારો ઝીંકી દીધો છે. પેરાશૂટ અને મેરિકોએ હેરઓઇલ પોર્ટફોલિયોમાં સાત ટકાનો વધારો કર્યો છે, જ્યારે ઓરલ કેર ફર્મ કોલગેટ પામોલિવે પોતાની કેટલીક બ્રાન્ડના ભાવમાં ચાર ટકાનો વધારો કરી દીધો છે.

સ્નેક્સ અને કન્ફેક્શનરી બનાવતી કંપની પારલે પ્રોડક્ટના વડા બી.કૃષ્ણરાવે જણાવ્યું હતું કે અમે પણ અમારી પ્રોડક્ટમાં સાતથી આઠ ટકાનો ભાવવધારો કરવા જઇ રહ્યા છે. માત્ર એમએસપીમાં વધારાના કારણે અમારો ખર્ચ ૧૦થી ૧૨ ટકા વધી ગયો છે.

દિલ્હીમાં સબ્જીમંડી પર પણ ભાવવધારાની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રથી આવતી ડુંગળીની ગુણનાે પરિવહન ચાર્જ અગાઉ રૂ. ૬૦ હતા તે વધીને હવે રૂ. ૬૪થી ૬૫ થઇ ગયા છે.

divyesh

Recent Posts

OMG! 13,000 ફૂટ ઊંચેથી સ્કૂટર સાથે છલાંગ લગાવીને હવામાં કર્યું હેન્ડસ્ટેન્ડ

ઓસ્ટ્રિયાના ગુન્ટેર નામના એક સ્ટન્ટમેને તાજેતરમાં અત્યંત દિલધડક સ્ટન્ટ કર્યો છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ગુન્ટેરભાઈ પ્રોફેશનલ…

32 mins ago

પત્ની કાજોલનો નંબર ટ્વિટર પર શેર કરીને અજયે કહ્યુંઃ ‘મજાક હતી’

મુંબઇ: ગઇ કાલે સાંજે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને કાજોલના ફેન્સની વચ્ચે એ સમયે હંગામો મચી ગયો જ્યારે અજયે પોતાની…

42 mins ago

BAની પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પુછાતાં વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદ: હાલમાં કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા ચાલી રહી છે અને કોલેજમાં પરીક્ષા દરમિયાન અનેક વાર પેપરમાં છબરડા થતા હોય છે ત્યારે…

56 mins ago

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

2 hours ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

2 hours ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

3 hours ago