Dy.CM નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું,”રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં…..”

ગાંધીનગરઃ ડે. સીએમ નીતિન પટેલે ભાજપ યુવા મોરચાનાં અધિવેશનમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. કેમ કે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર માત્ર 20 ટકા જ વેટ લેવામાં આવી રહ્યો છે. જેથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડવામાં નહીં આવે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. ડે. સીએમ નીતિન પટેલે એવી સ્પષ્ટતા કરી કે, છેલ્લાં ઘણાં સમયથી પેટ્રોલ અને ડીઝલનો વેટ ઘટાડ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઈંધણ પર 25થી 30 ટકા વેટ વસૂલવામાં આવે છે. જયારે ગુજરાત સરકાર 20 ટકા જ વેટ વસૂલી રહી છે.

તમને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલમાં આજે 24માં દિવસે પણ સતત ભાવ વધારો જોવાં મળી રહ્યો છે. પેટ્રોલમાં આજનાં દિવસે 14 પૈસા અને ડીઝલમાં 15 પૈસા પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે આ ભાવ વધારાને લઈને 10મી સપ્ટેમ્બરે ગઇ કાલનાં રોજ સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું.

You might also like