7 મહિના બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં જોવા મળ્યો ઘટાડો….

0 760

પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમત વચ્ચે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. સતત 7 મહીનાઓમાં 9 રૂપિયાની કિંમતમાં વધારો થયા બાદ હવેદેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં કરવામાં આવેલો ઘટાડો હજી ઘણો ઓછો છે, પરંતુ આશા છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળશે.

પેટ્રોલની કિંમતમાં 21 પૈસા જ્યારે ડીઝલમાં 28 પૈસા પ્રતિલિટર ઘટાડો થયો. આ ભાવ ઘટાડા બાદ દેશની રાજધાનીદ દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત 73.01 રૂપિયા, કોલકાતામાં 75.70 રૂપિયા જ્યારે ચેન્નાઇમાં 75.73 રૂપિયા પ્રતિલિટર કરવામાં આવ્યો છે.

જ્યારે ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલનો ભાવ 63.62 રૂપિયા જ્યારે કોલકાતામાં 66.29, મુંબઇમાં 67.75 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેનું સૌથી મોટુ કારણ ક્રૂડ ઓઇલની કિંમતમાં જોવા મળી રહેલો ઘટાડો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં 9-10 ટકાનો ભારે ઘટાડો થયો છે જેની સીધી અસર ભારતમાં જોવા મળી રહી છે. જો કે રૂપિયાની કમજોરીના કારણે કીંમત વધે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. જો રૂપિયો મજબૂત થશે તો જ તેલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકે છે.

loading...

Leave A Reply

Your email address will not be published.