Petrol પર હવે ૧૦ ટકા ખર્ચ ઘટી શકે છે, નીતિ આયોગ કરી રહ્યું છે તૈયારી

નવી દિલ્હી: નીતિ આયોગ એક એવી નીતિ તૈયાર કરી રહ્યું છે, જેનાથી પેટ્રોલ પરનો ૧૦ ટકા ખર્ચ ઘટી શકે છે. આ નીતિ હેઠળ પેટ્રોલથી ચાલતાં પ્રવાસી વાહનોમાં ૧૫ ટકા મિથેનોલ મિક્સ કરવામાં આવશે. પેટ્રોલમાં ૧૫ ટકા મિથેનોલ મિક્સ કરવાનું ફરજિયાત કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

આ માટે કેબિનટ સમક્ષ એક નોંધ રજૂ કરવામાં આવશે. જો કેબિનેટ તેને મંજૂરી આપી દેશે તો પેટ્રોલનો ખર્ચ ૧૦ ટકા ઘટી જશે. તેની સીધી અસર ક્રૂડ ઓઇલ પર પડશે. ક્રૂડ ઓઇલની ઇમ્પોર્ટમાં સરકારને મોટી બચત થશે.

એક ટોચના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર જુલાઇના અંતિમ સપ્તાહમાં આ મુદ્દા પર ચર્ચા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી અને કેબિનેટ સેક્રેટરી પી.કે. સિંહા સ્વયં આ મામલે મોનિટરિંગ કરી રહ્યા છે.

નીતિ આયોગે મિથેનોલ ઇકોનોમીનો એક રોડ મેપ તૈયાર કર્યો છે, તેમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ક્રૂડ ઓઇલની આયાત પર ખર્ચમાં વાર્ષિક ૧૦૦ અબજ ડોલરનો કાપ મૂકવાની વાત કરવામાં આવી છે. નીતિ આયોગે જણાવ્યું છે કે ૧૫ ટકા બ્લેન્ડેડ ફ્યૂઅલ અપનાવવાથી જ આ શક્ય બનશે.

You might also like