અમદાવાદમાં ફરી વાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, જાણો કેટલો થયો વધારો?

અમદાવાદઃ શહેરમાં આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. પેટ્રોલનાં ભાવમાં 10 પૈસા અને ડીઝલનાં ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધતા પેટ્રોલનો ભાવ રૂ. 79.41 પ્રતિ લીટરે પહોંચ્યો છે તેમજ ડીઝલનો ભાવ રૂ. 78.23 પ્રતિ લીટરે પહોંચ્યો છે. ત્યારે ફરી એક વાર આમ; આ નાગરિકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ થોડાંક દિવસો પહેલાં પણ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો ઝીંકાયો હતો. જેમાં અમદાવાદમાં પેટ્રોલ 79.21 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલમાં 77.40 રૂપિયા પ્રતિ લીટર ભાવ નોંધાયો હતો. જ્યારે મુંબઇમાં પેટ્રોલ 87.73 તો ડીઝલમાં 77.68 પ્રતિલીટર ભાવ લાગુ કરાયો હતો.

તેમજ દિલ્લીમાં પણ સમાન સ્થિતિ એક તરફ જોવા મળી રહી છે. અહી પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો વધારો નોંધાયો હતો. જો કે આજે ફરી વાર અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો છે. જેમાં પેટ્રોલનાં ભાવમાં 10 પૈસા અને ડીઝલનાં ભાવમાં 28 પૈસાનો વધારો નોંધાયો છે. ત્યારે જનતામાં પણ ભારે આક્રોશ જોવાં મળી રહ્યો છે.

You might also like