Categories: Business Trending

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો જારીઃ ભાવ ઘટાડવા કેન્દ્ર સરકાર સતર્ક

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત જારી જ છે અને આજે પણ પેટ્રોલમાં પ્રતિલિટર ૩૯ પૈસાનો અને ડીઝલમાં ૪૪ પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવતાં દિલ્હીમાં પ્રથમ વખત પેટ્રોલ પ્રતિ લિટર રૂ. ૮૦ની સપાટીને વટાવી ગયું છે. મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ૩૮ પૈસાના વધારા સાથે રૂ. ૮૭.૭૭ પર પહોંચી ગઇ છે અને ડીઝલની કિંમત ૭૭ પૈસા વધીને રૂ. ૭૬.૯૮ પર પહોંચી ગઇ છે.

પેટ્રોલ-ડીઝલમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે મોદી સરકાર સતર્ક થઈ ગઈ છે અને કેન્દ્રીય પેટ્રોલિયમ-કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને હવે જીએસટીના દાયરા હેઠળ લાવવું જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પ્રત્યે સતર્ક છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય-આર્થિક સ્થિતિના કારણે ભાવ વધી રહ્યા છે.

અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવને કાબૂમાં લેવા માટે વૈકલ્પિક ઉપાયો શોધી રહી છે. ખાસ કરીને ઇરાન પર અમેરિકાના પ્રતિબંધને લઇને કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના પુરવઠા માટે વૈકલ્પિક માર્ગ પર વિચારણા કરી રહી છે.

ઓઈલ બિઝનેસ સાથે સંકળાયેલા વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાના પ્રતિબંધોની સમયમર્યાદા જોતા જો તત્કાળ કોઇ પગલાં ભરવામાં નહીં આવે તો ક્રૂડ ઓઇલના ભાવ ૯૦થી ૧૦૦ ડોલર સુધી પહોંચી શકે છે અને તેનો કારમો ફટકો ભારત સહિતના એશિયન દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર પડી શકે છે.

સરકાર કોઇ પણ જાતનું નુકસાન ન થાય તે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર વિચારણા કરી રહી છે. સરકાર ઇચ્છે તો ડ્યૂટી ઘટાડીને કિંમત ઘટાડી શકે છે અને તેનાથી રેવન્યુ પર કોઇ ખાસ અસર પડશે નહીં.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

19 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

19 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

20 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

20 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

20 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

20 hours ago