મહિલાએ લોકોને પીવડાવ્યું કૂતરીનું દૂધ, પછી શું થયું જુઓ આ વીડિયોમાં

ગાય,ભેંસ, ઊંટ, બકરી જેવા પ્રાણીઓના દૂધનો ઉપયોગ લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં કરે છે. પરંતુ તમે કદાચ જ સાંભળ્યું હશે કે લોકોએ કૂતરીનું દૂધ પીધુ હોય. એક મહિલાએ સોશિયલ એક્સપ્રિમેન્ટ અંતર્ગત લોકોને જણાવ્યા વગર કૂતરીનું દૂધ પીવડાવી દીધુ, પછી શું થયું તે તો તમે વીડિયોમાં જ જોઇ શકો છો.

પશુઓના અધિકાર માટે લડી રહેલી એક સંસ્થા  પેટાએ લંડના શહેરમાં લોકોની સાથે એક ચોકાવનારો પ્રયોગ કર્યો હતો. રસ્તા પર ઉભેલી મહિલાએ ત્યાંથી પસાર થઇ રહેલા લોકોને કૂતરીનું દૂધ પીવડાવ્યું હતું. લોકોને દૂધ પીવડાવ્યા પછી દૂધના ટેસ્ટ અને તેના રંગ વિશે પૂછવામાં આવ્યું. લોકોએ દૂધને સારૂ અને મીઠુ હોવાનું જણાવ્યું. પરંતુ જ્યારે મહિલાએ લોકોને એમ કહ્યું કે દૂધ કૂતરીનું હતું. તો લોકોના ચહેરા જોવા લાયક હતા. એક વ્યક્તિએ તો ઉલ્ટી કરી લીધી હતી. દૂધ પીધેલા લોકોએ મહિલાએ તેમને કૂતરીનું દૂધ પીવડાવ્યું તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

પેટા પ્રમાણે તેણે લોકોને સોયા દૂધ પીવડાવ્યું હતું. પેટાએ આ વીડિયોના માધ્યમથી સવાલ ઉઠાવ્યો છે કે ગાયના દૂધ અને ડોગ મિલ્કમાં આખરે શુ ફર્ક છે. આ વીડિયો હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

visit: sambhaavnews.com

You might also like