USB કેબલથી ચાર્જ કરો છો સ્માર્ટફોન, તો તમારા પર છે આ ખતરો

નવી દિલ્હી : ટેક્નોલોજી અને ગેજેટ્સનાં મુદ્દે લોકોમાં વધી રહેલા ક્રેઝ પણ સિક્કાનાં બે પાસાઓની જેમ છે. તેનો અર્થ એજ છે કે ટેક્નોલોજી અહીં યુઝર્સને સુવિધા પ્રદાન કરે છે. ત્યાં આ સુરક્ષાની નજર ખતરનાક પણ છે. તમામ કામ ઓનલાઇન થઇ જવાનાં કારણે રોજિંદા કામોમાં સરળતા થઇ ગઇ છે પરંતુ આ સાથે કેટલાક એપ એવા છે કે અંગત ડેટાની ચોરી પણ કરે છે.

યુઝર્સ ટેક્નોલોજીનો ઉપયોગ સ્માર્ટ રીતે કરે છે. જેમ કે ટ્રાવેલો સમય ઇયરફોનનો ઉપયોગ, ગેમ્સ રમવી અથવા ભણતા ભણતા સોશિયલ મીડિયા સ્ટેટસ જોવા માટે લગાવવું વગરે. આ સાથે જ યુઝર્સ પોતાની સુરક્ષાનો ધ્યાન પણ રાખે છે. પરંતુ ક્યાં સુધી ઘણી વખત એવા સ્થોળી પર ડેટા ચોરીની શંકા પણ રહે છે. જેની આપણે માહિતી પણ નથી હોતી.

એવું જ એક ઉદાહરણ છે ડેટા કેબલ.જો તમે યુએસબી કેબલ દ્વારા મોબાઇલને કમ્પૂટર સાથે કનેક્ટ કરો છો તો તેનાથી પણ ખાનગી માહિતી લીક થવાનો ખતરો છે. હાલમાં જ આવેલી માહિતી પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીનાં નિષ્ણાંતોએ 50 અલગ અલક કમ્પ્યુટર્સ અને એક્સટર્નલ યુએસબી હબ્સ પર રિસર્ચ કર્યું હતું.

You might also like